Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરીમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપમાં આંતરિક ખેંચતાણ:બીજી વખત પસંદગી પ્રક્રિયા મોકૂફ, 7500 કરોડના ટર્નઓવરવાળી ડેરીમાં પદ માટે લોબિંગ

    11 hours ago

    સુમુલ ડેરીમાં બોર્ડ પર કબજો કર્યા પછી હવે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ભાજપમાં જ આંતરિક ખેંચતાણ ઊભી થઈ છે. પક્ષમાં સહમતી ન સધાતા પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા સતત બીજી વખત મોકૂફ રાખવામાં આવી છે. ડેરીના 19માંથી 15 ડિરેક્ટરની બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. તેમ છતાં ડેરીના સર્વોચ્ચ બે પદ માટે કોને જવાબદારી સોંપવી તે અંગે નિર્ણય થઈ શક્યો નથી. સુમુલ ડેરીના 75મા અમૃત મહોત્સવ વર્ષમાં યોજાયેલી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 7 બેઠકો બિનહરીફ રહી હતી. મતદાન યોજાયેલી 9 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપ પ્રેરિત પેનલે જીતી હતી. માત્ર મહુવા બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. આ પરિણામ સાથે કોંગ્રેસનું બોર્ડમાંથી સંપૂર્ણપણે અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીનો મુદ્દો ભાજપ માટે મુશ્કેલ બન્યો છે. પક્ષના અલગ-અલગ જૂથો દ્વારા પોતાના પસંદગીના નામ માટે લોબિંગ ચાલી રહ્યું છે. આ કારણે પ્રદેશ કક્ષાએથી અંતિમ મેન્ડેટ જાહેર કરવામાં વિલંબ થયો છે. સુમુલ ડેરીનું કદ અને આર્થિક મહત્વ જોતાં પ્રમુખપદ માટેની ખેંચતાણ પણ મહત્વની છે. ડેરીનું વાર્ષિક ટર્નઓવર આશરે 7,500 કરોડ રૂપિયા છે. ડેરી દરરોજ આશરે 22 લાખ લિટર દૂધનું સંપાદન કરે છે, જ્યારે દૂધનું દૈનિક વેચાણ 12.75 લાખ લિટર છે. સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો સાથે સીધી રીતે જોડાયેલી આ સંસ્થાના સુકાન માટે પક્ષમાં ભારે દાવેદારી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ, DRONE VIDEO:6ઠ્ઠા માળે લાગેલી આગ નીચે ફેલાઈ, 12 કલાકથી બેકાબૂ; 17થી વધુ દુકાનો બળીને ખાખ, 1 ફાયરકર્મીને ઈજા
    Next Article
    મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ:ખેડૂત પરિવર્તન અને સહકાર પેનલ વચ્ચે સીધી ટક્કર, રાજકીય-સહકારી આગેવાનો મતદાન મથકે હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment