Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં 15 બૂથ પર અંદાજે 90% મતદાન:સાઉથ 24 પરગણામાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ; મમતાએ કહ્યું- 200+ બેઠકો જીતીશું

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં મગરાહાટ પશ્ચિમના 11 બૂથ અને ડાયમંડ હાર્બરના 4 બૂથ પર શનિવારે ફરીથી મતદાન થયું. બંને વિધાનસભા મતવિસ્તારના કુલ 15 બૂથ પર અંદાજે 90% મતદાન નોંધાયું હતું. સાઉથ 24 પરગણામાં TMC અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ બંને પક્ષોને શાંત પાડ્યા હતા. ફાલ્ટામાં મતદારોએ TMC કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે મતદાન બાદ TMCના લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. જ્યારે તેઓ આનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક લોકોને પગ, માથા અને હાથના ભાગે ઈજાઓ થઈ છે. બીજી તરફ, TMCએ આરોપ લગાવ્યો છે કે મગરાહાટના બૂથ નંબર 127 પર સુરક્ષા દળોએ અમારા કેમ્પમાં તોડફોડ કરી અને કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાઉન્ટિંગ એજન્ટોને સંબોધિત કરતા કહ્યું કે TMC 200થી વધુ બેઠકો પર જીત મેળવશે. મતદાનના ફોટા… દક્ષિણ 24 પરગનાની બે વિધાનસભા બેઠકો પર ફરીથી મતદાન અંગે અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    પ્રિયા કપૂરની વસિયત પર દિલ્હી હાઈકોર્ટે શંકા વ્યક્ત કરી:કરિશ્મા કપૂરના બાળકોના વકીલે કહ્યું- 7500 કરોડ મળ્યા પછી પણ સંતોષ કેમ નથી
    Next Article
    સ્માર્ટ સિટી ગાંધીનગરની સ્માર્ટ હેલ્થ સુવિધા:શહેરના સેક્ટર-3 આરોગ્ય કેન્દ્રમાં લોહીના નમૂના વગર માત્ર ફેસ રીડિંગથી જ સંપૂર્ણ બોડી ચેકઅપ થઈ શકશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment