Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાર એસોસિએશને નવા રેન્ટ એક્ટ વિરુદ્ધ કર્યો વિરોધ.:ગુજરાત સરકારના નવા કાયદાથી માલિક-ભાડવાત વિવાદો ડેપ્યુટી કલેક્ટરને સોંપવાનો જુનાગઢ વકીલો દ્વારા કરાયો વિરોધ,રેલી યોજી 3 ઓક્ટોબરે અસહકારનો ઠરાવ કર્યો.

    11 hours ago

    ​જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના તાજેતરના કાયદા સામે મોરચો ખોલવામાં આવ્યો છે, જેમાં મકાન માલિક અને ભાડુવાત વચ્ચેના રેન્ટ એક્ટના વિવાદો હવે કોર્ટના બદલે ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર સમક્ષ ચલાવવાની જોગવાઈનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ બાર એસોસિએશનના સેક્રેટરી મનોજ દવેએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં 2026 માં એક બિલ પસાર કર્યું છે, જેમાં માલિક અને ભાડવાત વચ્ચેના વિવાદોને રેન્ટ એક્ટ લાગુ પડે છે અને અત્યાર સુધી આ દાવાઓ નામદાર કોર્ટમાં ચાલતા હતા. ​નામદાર કોર્ટની સત્તા લઈ અને આવા વિવાદો એટલે કે ભાડવાત અને માલિક વચ્ચેના ભારતીય હક્કના વિવાદો દરેક જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરને આપવાનો એક કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાનો સમગ્ર ગુજરાતના વકીલ મંડળે વિરોધ કર્યો છે અને તેમાં આજે જૂનાગઢ બાર પણ પોતાનો સૂર પુરાવી રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે આજ રોજ વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરી અને વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. ​આ નવા કાયદાના વિરોધ પાછળ વકીલોનું મુખ્ય કારણ એ છે કે વહીવટી અધિકારીઓ પાસે પહેલેથી જ અનેક પ્રકારની કામગીરી અને સમયનો અભાવ હોય છે. જેના કારણે સ્ટે એપ્લિકેશન કે ન્યાયિક ઓર્ડર સમયસર પાસ થઈ શકશે નહીં અને મકાન માલિકો તેનો ગેરલાભ ઉઠાવી જશે. આનાથી સામાન્ય પબ્લિક અને નાગરિકો ન્યાયથી વંચિત રહેશે, કારણ કે બંધારણ મુજબ દરેક નાગરિકને ન્યાય મેળવવાનો હક છે. વકીલોને તો ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટરમાં કેસ જાય તો પણ નિયમ મુજબ ફી મળવાની જ છે, પરંતુ આનાથી વકીલો કરતાંય સામાન્ય પબ્લિકનું હિત સીધું જોખમાઈ રહ્યું છે. ​ઘણી વખત મકાન માલિકો ભાડવાતને ખાલી કરાવવા માટે અનેક પ્રકારે પ્રયત્નો કરતા હોય છે અને તેમાં સ્ટે મેળવવાનો હોય છે. જો સ્ટે એપ્લિકેશનની સુનાવણી ન થાય અને ન્યાયિક ઓર્ડર પાસ ન થાય, તો મકાન માલિકો ફાવી જશે અને પબ્લિક મુશ્કેલીમાં મુકાશે. આટલી વિશાળ વહીવટી કામગીરી વચ્ચે સમયના અભાવે લોકોને ન્યાય નહીં મળે, તેથી ગુજરાત સરકારે આ કાયદો પરત લેવો જોઈએ અને અગાઉની જેમ નામદાર કોર્ટમાં જ મેરિટના આધારે ન્યાયિક નિરાકરણ ચાલુ રાખવું જોઈએ. ​આ ગંભીર મુદ્દે જૂનાગઢ બાર એસોસિએશને આગામી 3 ઓક્ટોબર 2026 ના રોજ તમામ વકીલ મિત્રો અર્જન્સી સિવાયની કામગીરીથી અલિપ્ત રહેશે તે અંગેનો એક સ્પષ્ટ ઠરાવ પસાર કર્યો છે. સેક્રેટરી મનોજ દવેએ જૂનાગઢ બારના તમામ સાથી વકીલ મિત્રોને આ આંદોલનમાં સાથ અને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરી છે. ન્યાયતંત્ર પણ આ મામલે સાથ સહકાર આપશે તેવી પૂરી અપેક્ષા છે. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાર એસોસિએશન જૂનાગઢના સેક્રેટરી તરીકે હું સમગ્ર બાર વતી અને સમગ્ર જનતા વતી આ કાળા કાયદાનો સખત વિરોધ કરું છું.
    Click here to Read More
    Previous Article
    અંબિકા નદીમાં ડ્રોનની મદદથી રેતી ચોરી ઝડપાઈ:નવસારીમાં ખનીજ માફીયાઓ પર તંત્રનો સપાટો; 2 મિકેનિકલ બાર્જ, 11 ટ્રકો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    લીંબાયતમાં મુબલ્લીગ સાથે મારપીટના આક્ષેપનો મામલો ગરમાયો:પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા માંગ, 4 ઓક્ટોબરે DCP કચેરીએ ધરણાની ચીમકી; પ્રાથમિક તપાસ ચાલી રહી છે:DCP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment