Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરશડી યુવતીના ફરાર પ્રકરણમાં વાયરલ વીડિયોથી નવો વળાંક:દાગીના-રોકડ પોતાની કમાણીના હોવાનો દંપતીનો દાવો

    11 hours ago

    માંડવી તાલુકાના દરશડી ગામની એક યુવતી યુવક સાથે ઘરેથી નીકળી જતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. યુવતી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ સાથે લઈ ગઈ હોવાના પરિવારજનોએ આરોપ લગાવ્યા હતા. આ મામલે તપાસ અને કાર્યવાહીની માંગ સાથે પરિવારજનો અને મુસ્લિમ સમાજના લોકો ગઢસીસા પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેઠા હતા.પરિવારજનોનો આરોપ હતો કે મમાયમોરા (દરશડી) ગામની યુવતીને એક યુવકે પોતાની સાથે આવવા માટે સમજાવી હતી. યુવતી તેના કહેવાથી ઘરમાંથી કિંમતી દાગીના અને રોકડ રકમ લઈને તેની સાથે નીકળી ગઈ હતી. પરિવારે પોલીસને આ અંગે જાણ કરી ચોરીનો ગુનો નોંધી તપાસ કરવાની માંગ કરી હતી. ધરણાં દરમિયાન પોલીસે પરિવારજનોને દાગીના અને રોકડ રકમ અંગેના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. પોલીસે ઘટનાની હકીકત અને પુરાવાના આધારે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સોમવાર સુધીમાં FIR નોંધવાની ખાતરી મળતા પરિવારે અને સમાજના આગેવાનોએ ધરણાં પૂરા કર્યા હતા.આ ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે. થોડા દિવસો પહેલા લગ્ન કરનાર યુવક ભગીરથ ગઢવી અને મુસ્કાન ઝાકી ઘરેથી નીકળી ગયા હતા. હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં નવદંપતીએ તેમની પાસે રહેલા ઘરેણાં અને અન્ય વસ્તુઓ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ દાગીના અને અન્ય વસ્તુઓ યુવકે પોતાની કમાણીમાંથી ખરીદી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ અગાઉના આરોપો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. હવે આ મામલાની સાચી હકીકત શું છે, દાગીના અને રોકડના આરોપોમાં કેટલું સત્ય છે, તેમજ બંને પોતાની મરજીથી ગયા છે કે કોઈ અન્ય પરિસ્થિતિ હતી, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ વાયરલ વીડિયો પછી આ પ્રકરણમાં સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે અને સૌની નજર પોલીસની આગામી કાર્યવાહી પર છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ:ખેડૂત પરિવર્તન અને સહકાર પેનલ વચ્ચે સીધી ટક્કર, રાજકીય-સહકારી આગેવાનો મતદાન મથકે હાજર
    Next Article
    પરિણીતાનો રાયપુર કેનાલમાં કુદી આપઘાત:પતિ અને સાસરિયા ધંધા માટે પૈસા લાવવા દબાણ અને મેણા ટોણા મારતા, બીજા કોઈ સાથે લગ્ન કરાવ્યા હોત તો પૈસા લઈ આવતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment