Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પર્યુષણ પર્વ પહેલાં નગરપાલિકાનું વિશેષ સફાઈ અભિયાન:જૈન દેરાસર વિસ્તારમાં સફાઈ, ગટર સફાઈ અને ખાડા પૂરવાની કામગીરી શરૂ

    9 hours ago

    ગોધરાના વોર્ડ નંબર 5 માં પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ વિશેષ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. જૈન દેરાસર વિસ્તારમાં સફાઈ અને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં વોર્ડ નંબર 5 માં આવેલા જૈન દેરાસર ખાતે પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી થશે. આ સાત દિવસના ધાર્મિક તહેવારને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવી છે. તંત્ર દ્વારા વિસ્તારમાં સફાઈ, ગટર સફાઈ, જંતુનાશક દવાઓનો છંટકાવ અને રસ્તા રિપેરિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીનું નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંત સોનીએ રૂબરૂ નિરીક્ષણ કર્યું. તેમને જ્યાં પણ નાની-મોટી ખામી દેખાઈ, ત્યાં સંબંધિત વિભાગને જાણ કરીને ટીમને કામ પર લગાડી. તહેવાર દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે આ પગલાં લેવાયા છે. બધા રસ્તાઓની સાફ-સફાઈ સાથે ખાડા પૂરીને તેમને વ્યવસ્થિત કરવામાં આવ્યા છે. આનાથી ભક્તો સરળતાથી દર્શન અને આરાધના કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    લગ્ન અને પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં બોલિવૂડ સોંગ વાપરવું ભારે પડ્યું:ભરૂચના ગોલ્ડન ફોટો સ્ટુડિયોમાં કોપીરાઇટ ભંગ મુદ્દે ટી-સિરિઝનો દરોડો, કમ્પ્યુટર અને હાર્ડડિસ્ક જપ્ત કરી ફરિયાદ
    Next Article
    લોકમેળામાં 115 ટન કચરો ઠલવાયો!:રાજકોટ મનપાના 290 કર્મચારીઓ, 25 ટીપરવાન અને જેસીબી-ડમ્પરથી નિકાલ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment