Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકમેળામાં 115 ટન કચરો ઠલવાયો!:રાજકોટ મનપાના 290 કર્મચારીઓ, 25 ટીપરવાન અને જેસીબી-ડમ્પરથી નિકાલ કરાયો

    11 hours ago

    રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા પાંચ દિવસીય લોકમેળાની પૂર્ણાહુતિ બાદ હવે મહાનગરપાલિકા દ્વારા મેળાગ્રાઉન્ડની સફાઈ અને પૂર્વવત કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડેલા લોકો દ્વારા ગ્રાઉન્ડ પર આશરે 115 ટન જેટલો કચરો ઠાલવવામાં આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં એકત્ર થયેલા કચરાનો ત્વરિત અને યોગ્ય નિકાલ કરવા માટે રાજકોટ મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગનાં 290 કર્મચારીઓ, 25 ટીપરવાન અને જેસીબી મશીન તેમજ ડમ્પર કામે લગાડવામાં આવ્યા હતા. હાલ પણ મેળાનાં સ્ટોલ અને રાઈડ્સનાં ડિસમેન્ટલ ચાલી રહ્યા છે. જેમાં પણ 120 કર્મચારીઓ જોડાયા છે. 15 સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ સાફ કરવાનો દાવો સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાએ કર્યો છે. મેળાની પૂર્ણાહુતિ બાદ સફાઈ માટે મોટો કાફલો મેદાનમાં ઉતર્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, લોકમેળામાં આવતા મુલાકાતીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે મનપા દ્વારા મેળાના પ્રારંભથી જ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન દરરોજ ઉપાડવામાં આવતા કચરા ઉપરાંત મેળાની પૂર્ણાહુતિ બાદ ગ્રાઉન્ડને ઝડપથી સાફ કરવા માટે મનપાનો મોટો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. આ કામગીરી માટે મનપાના 290 જેટલા સફાઈ કર્મચારીઓ જુદી-જુદી શિફ્ટમાં મળી દિવસ-રાત પરિશ્રમ કર્યો હતો. આ ઉપરાંત કચરાના ઉપાડ માટે 25 ટીપરવાન અને જેસીબી મશીન તેમજ ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકની બોટલો સહિતનો મોટા પ્રમાણમાં કચરો જમા થયો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકમેળાના પાંચ દિવસ દરમિયાન ખાણી-પીણીના સ્ટોલ, પ્લાસ્ટિકની બોટલો, કાગળના કપ-ડિશ અને અન્ય સામગ્રીને કારણે મોટા પ્રમાણમાં કચરો જમા થયો હતો. મનપાના કર્મચારીઓ અને મશીનરીની મદદથી મોટાભાગનો કચરો ઉપાડી લેવામાં આવ્યો છે અને તેને ડમ્પિંગ સાઈટ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. મેળા દરમિયાન પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મનપા દ્વારા જગ્યાએ જગ્યાએ ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા અને સતત સફાઈ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. 15 સપ્ટેમ્બર સુધીમાં મેળાગ્રાઉન્ડને સંપૂર્ણપણે સાફ કરવાનો દાવો અત્યારે મેળાગ્રાઉન્ડ પરથી રાઈડ્સ, મોટા ચકડોળ, પતરાંના શેડ અને વિવિધ વેપારી સ્ટોલનું ડિસમેન્ટલિંગ (ઉખાડવાનું) કામ ચાલી રહ્યું છે. જેના કારણે હજુ પણ અંદરના ભાગે થોડો કચરો અને ભંગાર બાકી રહી ગયો છે. જેમ જેમ સ્ટોલધારકો અને રાઈડ્સ સંચાલકો પોતાનો સામાન ખાલી કરી રહ્યા છે, તેમ તેમ મનપાની ટીમ દ્વારા પાછળથી સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. આ માટે 25 ટીપરવાન, જેસીબી મશીન અને ડમ્પરનો ઉપયોગ કરવાની સાથે વધારાના 120 કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ ખાતરી આપતા જણાવ્યું છે કે આવનારી 15 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રેસકોર્સ મેળાગ્રાઉન્ડને સંપૂર્ણપણે સાફ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પર્યુષણ પર્વ પહેલાં નગરપાલિકાનું વિશેષ સફાઈ અભિયાન:જૈન દેરાસર વિસ્તારમાં સફાઈ, ગટર સફાઈ અને ખાડા પૂરવાની કામગીરી શરૂ
    Next Article
    Vaibhav Sooryavanshi's Captaincy Instincts Shine With DRS Calls As East Zone Bags Crucial Breakthroughs In Duleep trophy Final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment