Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્ન અને પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં બોલિવૂડ સોંગ વાપરવું ભારે પડ્યું:ભરૂચના ગોલ્ડન ફોટો સ્ટુડિયોમાં કોપીરાઇટ ભંગ મુદ્દે ટી-સિરિઝનો દરોડો, કમ્પ્યુટર અને હાર્ડડિસ્ક જપ્ત કરી ફરિયાદ

    8 hours ago

    ભરૂચના મોહમદપુરા વિસ્તારમાં આવેલા ઝમઝમ શોપિંગ સેન્ટરના પહેલા માળે ધમધમતા 'ગોલ્ડન ફોટો સ્ટુડિયો'માં પોલીસે દરોડો પાડીને કોપીરાઇટ ભંગનો મોટો મામલો ઝડપી પાડ્યો છે. સ્ટુડિયો સંચાલક દ્વારા પ્રી-વેડિંગ અને લગ્ન પ્રસંગના વીડિયોમાં જાણીતી મ્યુઝિક કંપની ટી-સીરીઝના ગીતોનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે મિક્સિંગ અને એડિટિંગનો પર્દાફાશ ટી-સીરીઝ કંપનીના એન્ટી પાયરસી એક્ઝિક્યુટિવ મિત દેસાઈએ આ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્ટુડિયોમાંથી એક કમ્પ્યુટર અને બે હાર્ડડિસ્ક કબજે કરવામાં આવ્યા હતા, જેમાં પ્રી-વેડિંગ અને લગ્ન પ્રસંગના વીડિયોમાં ટી-સીરીઝના લોકપ્રિય ગીતો ગેરકાયદે મિક્સ કરેલા મળી આવ્યા હતા. કયા ગીતોનો થતો હતો ઉપયોગ? પોલીસ તપાસમાં 'સૂર્યવંશી' ફિલ્મનું 'મેરે યારા', 'ડંકી' ફિલ્મનું 'ઓ માહી', 'જીગરીયા'નું 'અરજીયા' અને 'લવરાત્રી'નું 'છોગાળા તારા' જેવા પ્રખ્યાત ગીતો કંપનીની પરવાનગી કે લાયસન્સ વગર વાપરવામાં આવતા હોવાનું સ્પષ્ટ થયું છે. આરોપીની કબૂલાત અને પોલીસ કાર્યવાહી પોલીસ પૂછપરછ દરમિયાન સ્ટુડિયો સંચાલક રાહુલ પ્રફુલચંદ્ર મિસ્ત્રીએ સ્વીકાર્યું હતું કે તે ગ્રાહકોની માંગ અને ઓર્ડર મુજબ વીડિયોમાં ગીતોનું મિક્સિંગ અને એડિટિંગ કરતો હતો. તે આ તૈયાર થયેલા ડેટાનું બેકઅપ કમ્પ્યુટર અને હાર્ડડિસ્કમાં સાચવીને રાખતો હતો. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અંદાજે 40,000 રૂપિયાની કિંમતનો ટેકનિકલ સામાન જપ્ત કર્યો છે. સંચાલક વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ભરૂચના અન્ય સ્ટુડિયો સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરે કોઠા વિરડી ગામમાં દફતર તપાસ્યા:સરકારી જમીન પરના દબાણો શોધવા સૂચના આપી, રાત્રીસભામાં લોકોના પ્રશ્નો સાંભળ્યા
    Next Article
    ગોધરામાં પર્યુષણ પર્વ પહેલાં નગરપાલિકાનું વિશેષ સફાઈ અભિયાન:જૈન દેરાસર વિસ્તારમાં સફાઈ, ગટર સફાઈ અને ખાડા પૂરવાની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment