Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના વગદા ગામમાં લાખોના ખર્ચે બન્યું આલીશાન પક્ષીઘર:અક્ષરધામ-રામ મંદિરના નિર્માણમાં વપરાયેલા બંસીપાલ પથ્થરનો ઉપયોગ કરાયો

    8 hours ago

    પાલનપુર તાલુકાના વગદા ગામના લોકોએ પક્ષીઓ માટે એક આલીશાન પક્ષી ઘર બનાવ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલું આ પક્ષી ઘર ગામમાં ચર્ચામાં છે. આ પક્ષી ઘર બનાવવા માટે કિંમતી બંસીપાલ પથ્થરનો ઉપયોગ થયો છે. આ પથ્થરનો ગુજરાતમાં પહેલીવાર ગાંધીનગરના અક્ષરધામ મંદિર બનાવવા માટે ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ, વિશ્વભરના લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં પણ આ જ પથ્થર વાપરવામાં આવ્યો છે. હવે વગદા ગામના લોકોએ પક્ષીઓ માટેના આ વિશાળ પક્ષી ઘરના નિર્માણમાં આ કિંમતી પથ્થરનો ઉપયોગ કર્યો છે. આકર્ષક કોતરણી અને સુંદર બાંધકામથી તૈયાર થયેલું આ પક્ષી ઘર ગામમાં સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ પક્ષી ઘર માત્ર પક્ષીઓ માટે આશ્રયસ્થાન જ નથી, પરંતુ જીવદયા અને પક્ષીપ્રેમનું એક અનોખું ઉદાહરણ પણ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    20 વર્ષમાં હત્યા અને ઘરફોડ ચોરી સહિતના ગુનાની સેન્ચ્યુરી:આરોપી 5થી 7 કિમી ચાલી રેકી કરતો, અંધશ્રદ્ધામાં આંધળો વિશ્વાસ ને 102 ગુના આચર્યા; સુરત પોલીસે દબોચ્યો
    Next Article
    સમીની મોડેલ સ્કૂલ-હોસ્ટેલમાં ગેરરીતિનો આરોપ:બાળકો પાસે સફાઈ, રસોઈયા નહીં હોવાની વાલીઓએ DPOને રજૂઆત કરી, 5 દિવસમાં ઉકેલ ન આવે તો ધરણાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment