Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીની મોડેલ સ્કૂલ-હોસ્ટેલમાં ગેરરીતિનો આરોપ:બાળકો પાસે સફાઈ, રસોઈયા નહીં હોવાની વાલીઓએ DPOને રજૂઆત કરી, 5 દિવસમાં ઉકેલ ન આવે તો ધરણાની ચીમકી

    8 hours ago

    સમી તાલુકાની મોડેલ સ્કૂલ અને સરકારી હોસ્ટેલમાં સુવિધાઓની કમી અને અનિયમિતતાઓ સામે વાલીઓ તથા સ્થાનિક આગેવાનોએ DPOને રજૂઆત કરી છે. હોસ્ટેલમાં રસોઈયા ન હોવા, બાળકો પાસે સફાઈ કરાવવા, પીવાના પાણી અને ભોજનની ગુણવત્તા જેવા મુદ્દાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અધિકારીઓએ આ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. મોડેલ સ્કૂલ અને હોસ્ટેલનું બિલ્ડિંગ છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. તેમ છતાં, સરકારના નિયમ અને મેન્યુ પ્રમાણે ભોજન મળતું નથી. વાલીઓએ જણાવ્યું કે 4 વર્ષમાં બાળકોને ક્યારેય ફ્રૂટ આપવામાં આવ્યા નથી. પાણીની સમસ્યાને કારણે કેટલાક બાળકોને ટાઈફોઈડ જેવી બીમારીઓ થઈ છે. તેના કારણે વાલીઓને મોટા બિલ ભરવા પડ્યા છે. હોસ્ટેલમાં રસોઈયો ન હોવાથી બાળકો જાતે રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. 100 જેટલા બાળકો અને સમગ્ર બિલ્ડિંગની સુરક્ષા માત્ર 2 ચોકીદારોના ભરોસે ચાલી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત, અમરાપુર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના નાના બાળકો પાસે સંડાસ-બાથરૂમ અને પરિસરની સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડિયો પણ આગેવાનોએ DPOને બતાવ્યો છે. વાલીઓએ ચેતવણી આપી છે કે જો 5 દિવસમાં આ તમામ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તો 10 ટ્રેક્ટર ભરીને વાલીઓ અને બાળકો કાર્યાલય ખાતે આવીને ધરણા કરશે. આ સમગ્ર મામલે DPOએ જણાવ્યું કે રજૂઆત મળતા જ તપાસ સમિતિ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. જૂના રસોઈયાએ રાજીનામું આપ્યું હોવાથી અને SMC દ્વારા નવી ભરતી પ્રક્રિયા ચાલુ હોવાથી, હાલ પૂરતી બાજુની KGBVમાંથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ બાળક ભોજનથી વંચિત ન રહે તે માટે સુવિધા ઉભી કરાશે. બાળકો પાસે સફાઈ કરાવવાના વિડિયો અને હોસ્ટેલની અનિયમિતતાઓ અંગે તાત્કાલિક તપાસ કરાવીને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના વગદા ગામમાં લાખોના ખર્ચે બન્યું આલીશાન પક્ષીઘર:અક્ષરધામ-રામ મંદિરના નિર્માણમાં વપરાયેલા બંસીપાલ પથ્થરનો ઉપયોગ કરાયો
    Next Article
    PM Modi At Navsari | PM મોદી નવસારીની મુલાકાતે," નમો કમલમ"નું કર્યું લોકાર્પણ | BJP Office

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment