Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 વર્ષમાં હત્યા અને ઘરફોડ ચોરી સહિતના ગુનાની સેન્ચ્યુરી:આરોપી 5થી 7 કિમી ચાલી રેકી કરતો, અંધશ્રદ્ધામાં આંધળો વિશ્વાસ ને 102 ગુના આચર્યા; સુરત પોલીસે દબોચ્યો

    9 hours ago

    સુરતની લિંબાયત પોલીસે છેલ્લા 20 વર્ષમાં હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી જેવા ગંભીર ગુનાઓની સદી એટલે કે 102 ગુનાઓ આચરનાર કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કરી લિબાયત અને ઉધનાના કુલ 5 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ફેસ મેચ એપથી આરોપીની સાચી ઓળખ કરી પોલીસ પૂછપરછમાં આરોપીએ શરૂઆતમાં તેનું ખોટું નામ કિરણ ચુનીલાલ મોરેકર જણાવ્યું હતું. પરંતુ પોલીસને શંકા જતાં તેનો ફોટો ફેસ મેચ એપ અને ICJS પોર્ટલ પર ચેર કરતા આરોપીનું સાચું નામ નિલેશ અંકુશ કાલે હોવાનું સામે આવ્યું હતું. પોલીસ રેકોર્ટ તપાસતા આરોપીના નામે હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી જેવા ગંભીર પ્રકારના આશરે 100 જેટલા ગુના દેશના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. 5થી 7 કિમી ચાલી બંધ મકાનોની રેકી કરતો આરોપીની ગુનાખોરી કરવાની પદ્ધતિ ખૂબજ વિચિત્ર હતી. તે કોઈપણ વિસ્તારમાં ગુનો આચરતા પહેલાં દિવસ દરમિયાન આશરે 5થી 7 કિમી સુધી ચાલતા-ચાલતા જઈને બંધ મકાનોની રેકી કરતો હતો. બપોરના સમયે છીણી, વાંદરી પાનું અને પેચસ જેવા સાધનોની મદદથી મકાનના દરવાજા અને લોકર તોડીને ચોરીને અંજામ આપતો પોલીસથી બચવા તે ગુના બાદ પણ પગપાળા ચાલતો અને ઓટો રિક્ષા બદલી અવાવરૂં જગ્યાએ સૂઈ જતો. જેથી કોઈ તેના સુધી પહોંચી ન શકે. અંધશ્રદ્ધામાં આંધળો વિશ્વાસ રાખનાર રીઢો ચોર આરોપી નિલેશ અંકુશ કાલેની પૂછપરછમાં એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી છે. કુખ્યાત આરોપી અંધશ્રદ્ધામાં ખૂબ જ માને છે અને પોતાના ગેરકાયદેસર કાર્યો તેમજ ગુનાખોરી અગાઉ વિવિધ માન્યતાઓ તથા અંધશ્રદ્ધાનો સહારો લેતો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીની વિચિત્ર માનસિકતા જોઇને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. ચૌહાણે જણાવ્યું હતું કે, આરોપી છેલ્લા 20 વર્ષથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. અમારી ટીમે 120થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને અને ફેસ મેચ ટેકનોલોજીની મદદથી આ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. તેની ધરપકડથી સુરતના 5 અનડિટેક્ટ ઘરફોડ ચોરીના બનાવો ઉકેલાયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ફરિયાદ આરોપી નિલેશ કાલે સામે દેશના અલગ અલગ રાજ્યોમાં હત્યા, મારામારી, ઘરફોડ ચોરી તથા લૂંટ જેવા 102 ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાત સુરત- લિંબાયત અને ઉધાન મહારાષ્ટ્ર પુણે- કોંઢવા, હીંઝેવાડી, સાંગવી, યરવાડા, વાકડ, ભોસરી, બંડ ગાર્ડન, ચતુરશ્રુગીં, સિંહગઢ રોડ, ખેડ, હવેલી, પનવેલ, નિગડી, કોથરૂડ, ભારતી વિધ્યાપીઠ, તળેગાંવ, પીંપરી, સહકારનગર, હડપસર, પાલઘર, લોની કાલભોર, વિશ્રાંતવાડી, ચિંચવાડ, શાહપુરી, નવઘર, પરંડા અને ખડકી મુંબઇ- ધારાવી અને કંજુરમાર્ગ તેલંગાણા હૈદરાબાદ- ચિલ્કાલ્ગુડા અને બોવનપલ્લી સહિત અન્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારો
    Click here to Read More
    Previous Article
    રાજપીપળા કોલેજમાં બૌદ્ધિક સંપદા અધિકાર પર સેમિનાર સંપન્ન:શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને પેટન્ટ ફાઇલિંગનું માર્ગદર્શન મળ્યું
    Next Article
    પાલનપુરના વગદા ગામમાં લાખોના ખર્ચે બન્યું આલીશાન પક્ષીઘર:અક્ષરધામ-રામ મંદિરના નિર્માણમાં વપરાયેલા બંસીપાલ પથ્થરનો ઉપયોગ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment