Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળા કોલેજમાં બૌદ્ધિક સંપદા અધિકાર પર સેમિનાર સંપન્ન:શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને પેટન્ટ ફાઇલિંગનું માર્ગદર્શન મળ્યું

    9 hours ago

    રાજપીપળાની શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બૌદ્ધિક સંપદા અધિકાર (IPR) અને પેટન્ટ જાગૃતિ પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો અને નવા સંશોધનોના કાનૂની સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા પ્રાયોજિત હતો. તેનું આયોજન ‘મંથન’ નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર અને કોલેજના ઈનોવેશન ક્લબના સહયોગથી કરવામાં આવ્યું હતું. સેમિનારનો વિષય ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, પેટન્ટ અવેરનેસ એન્ડ પેટન્ટેબિલિટી ક્રાઇટેરિયા’ હતો. આ સેમિનારમાં સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર (SFLC) ના પેટન્ટ કન્સલ્ટન્ટ પ્રશાંત શર્મા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંશોધનનું મહત્વ, નવા વિચારોનું કાનૂની રક્ષણ, પેટન્ટ ફાઇલ કરવાની પ્રક્રિયા અને શોધની પાત્રતા વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ આઈપી ઓફિસર ભૂમિકાબેન વસાવા, ડિસ્ટ્રિક્ટ સાયન્સ કોમ્યુનિકેટર કલ્પનાબેન અને સોનલબેન પણ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન કોલેજના પ્રાચાર્ય ડૉ. એસ. જી. માંગરોલાની પુત્રી ડૉ. હિમાની માંગરોલાની સિદ્ધિની ખાસ નોંધ લેવામાં આવી હતી. તેમણે બે નવી પેટન્ટ ફાઇલ કરી છે. મંચ પરથી તેમને આ સફળતા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના બીજા ભાગમાં વિદ્યાર્થીઓના જ્ઞાનનું મૂલ્યાંકન કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે એક ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એસ.વાય.બી.એસસી. (S.Y. B.Sc.)ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ક્વિઝમાં પ્રથમ ક્રમાંક વસાવા દીયા સતીશભાઈએ મેળવ્યો હતો. દ્વિતીય ક્રમાંક વસાવા નિધિબેન વિજયભાઈને મળ્યો, જ્યારે તૃતીય ક્રમાંક વસાવા હર્ષિદા રમણભાઈએ પ્રાપ્ત કર્યો હતો. તમામ વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજ ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર ડૉ. દિનેશકુમાર પ્રજાપતિએ કર્યું હતું. આ સેમિનારમાં કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ક્રિકેટ સટ્ટા રેકેટમાં ફરાર આરોપી ગાંધીનગરથી ઝડપાયો:4 મહિનાથી સગાના ફ્લેટમાં રહેતો હતો; 1 લાખની ક્રેડિટનું સટ્ટા આઈડી 30 હજારમાં વેચી કમિશન ખાતો
    Next Article
    20 વર્ષમાં હત્યા અને ઘરફોડ ચોરી સહિતના ગુનાની સેન્ચ્યુરી:આરોપી 5થી 7 કિમી ચાલી રેકી કરતો, અંધશ્રદ્ધામાં આંધળો વિશ્વાસ ને 102 ગુના આચર્યા; સુરત પોલીસે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment