Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ક્રિકેટ સટ્ટા રેકેટમાં ફરાર આરોપી ગાંધીનગરથી ઝડપાયો:4 મહિનાથી સગાના ફ્લેટમાં રહેતો હતો; 1 લાખની ક્રેડિટનું સટ્ટા આઈડી 30 હજારમાં વેચી કમિશન ખાતો

    8 hours ago

    રાજકોટ શહેરના હાઈપ્રોફાઈલ ક્રિકેટ સટ્ટા રેકેટમાં ઉપયોગમાં લેવાતા કમિશન બેઝ્ડ આઈડી કાર્ડનું વિતરણ કરીને છેલ્લા ચાર મહિનાથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને ગાંધીનગર LCBએ માણસાના રિદ્રોલ ગામથી દબોચી લીધો છે. મહત્વનું છે કે, છેલ્લા ચાર મહિનાથી આરોપી કુડાસણ સ્થિત પોશ સોસાયટીમાં સગાના ઘરે આશ્રય લઈ છૂપાઈને રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે ચોંકાવનારો ખુલાસો ગાંધીનગર જિલ્લાની LCBની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગાર ધારાના ગુનામાં છેલ્લા 4 માસથી વોન્ટેડ આરોપી પ્રિતેશ ઉર્ફે અક્કુ કાળીદાસ પટેલ તેના મૂળ વતન રિદ્રોલ જવા માટે માણસા-રિદ્રોલ પાટીયા પાસે ઉભો છે. જેના પગલે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ક્રિકેટ સટ્ટાનું આઈડી કમિશનથી વેચતો હતો LCB PI ડી.બી.વાળાએ જણાવ્યું કે, આરોપી પ્રિતેશ ક્રિકેટ સટ્ટા ક્ષેત્રે સક્રિય સંજયસિંહ ચાવડા પાસેથી ક્રેડિટ લિમિટ વાળા આઈડી મેળવતો હતો. ત્યારબાદ આ આઈડી આગળ કમિશન ઉમેરીને ગ્રાહકોને વેચતો હતો. આ રમતમાં તેણે પોતાના મિત્ર બ્રિજેશ પટેલને રૂ. 1 લાખની ક્રેડિટ ધરાવતું ક્રિકેટ સટ્ટાનું આઈડી રૂ. 30 હજારમાં કમિશનથી વેચાણ આપ્યું હતું. આ આઈડી પર મુખ્ય સૂત્રધાર માનવ બરાળીયા અને બ્રિજેશ ખાંટ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડના ગેટ પાસે બેસીને ક્રિકેટ સટ્ટો રમતા હતા. ત્યારે રાજકોટ ડીસીબી પોલીસે રેડ કરીને તેમને ઝડપી લીધા હતા. સગાના ફ્લેટમાં છૂપાઈને રહેતો હતો રાજકોટમાં સટ્ટાનો ગુનો નોંધાતા જ અને આઈડી વેચનાર તરીકે અક્કુ પટેલનું નામ ખૂલતાં તે પોતાના વતન રિદ્રોલથી ફરાર થઈ ગયો હતો. તે પોલીસ પકડથી બચવા માટે ગાંધીનગરના કુડાસણ સ્થિત તુલસી હાઈટ્સમાં પોતાના સગાના ફ્લેટમાં છૂપાઈને રહેતો હતો. ચાર મહિના બાદ તે વતનમાં આવતાં જ એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. એલસીબીએ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે રાજકોટ ડીસીબી પોલીસને સોંપવાની કવાયત હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    10થી વધુ શ્રમયોગી ધરાવતી સંસ્થાઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત:ITIના 1.5 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે ₹2 હજારની સહાય, ગુજરાત સરકારના બે મોટા શ્રમ-કૌશલ્ય નિર્ણય
    Next Article
    રાજપીપળા કોલેજમાં બૌદ્ધિક સંપદા અધિકાર પર સેમિનાર સંપન્ન:શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને પેટન્ટ ફાઇલિંગનું માર્ગદર્શન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment