Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ પર દારૂ ભરેલી ફોર્ચ્યુનર ચડાવી દેવાનો પ્રયાસ:સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, પોલીસના વાહનને ટક્કર મારી

    9 hours ago

    સાંથલ પોલીસ સ્ટેશનમાં અનાર્મ્ડ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ તખતસિંહ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી મીઠા ચોકડી અને નદાસા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. સાંજે આશરે 8:00 વાગ્યાના સુમારે મહેસાણા તરફથી આવી રહેલી એક કાળા કાચવાળી સફેદ ફોર્ચુનર ગાડીને રોકવા માટે પોલીસે ઇશારો કર્યો હતો. પરંતુ, ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફરજ પરના લોકરક્ષક પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કર્મચારીએ સમયસૂચકતા વાપરી ખસી જતાં તેમનો બચાવ થયો હતો. રસ્તા પર ફિલ્મી દૃશ્યો સર્જાયા ત્યારબાદ પોલીસે સરકારી બોલેરો ગાડી (GJ02GA1867) દ્વારા ફોર્ચુનરનો પીછો કર્યો હતો. બલોલ પેટ્રોલ પંપ નજીક કાર ઊભી રહેતા પોલીસે અંદર તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ મિનિટ સુધી કાચ ન ખોલતા શંકાસ્પદ જણાતા પોલીસે લાઠી મારી કાચ તોડીને મોબાઇલની ફ્લેશ લાઇટથી જોતાં અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ હોવાનું જણાયું હતું. દારૂનો જથ્થો પકડાઈ જવાના ડરે ફોર્ચુનર ચાલકે ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે આગળ નદાસા ચોકડી ખાતે પીએસઆઈ એમ.પી. ચૌધરી અને સ્ટાફને જાણ કરી રોડ પર આડશ કરાવી હતી. ફોર્ચ્ચુનરને રોકવાનો પ્રયાસ કરતા પોલીસના વાહનને ટક્કર મારી આડશ જોઈ ફોર્ચ્યુનર ચાલકે ગાડી પાછી વાળી મહેસાણા તરફ ભગાડી હતી. પીછો કરી રહેલી પોલીસની ગાડી સામે બલોલ ગામની સીમમાં આવેલ લીંબચ માતાજીના મંદિર નજીક ફોર્ચુનર ચાલકે ગેરકાયદેસર અને રોંગ સાઇડમાં ગાડી ચલાવીને સરકારી બોલેરોને આગળના ભાગે ડ્રાઇવર સાઇડ જોરદાર ટક્કર મારી હતી. આટલેથી ન અટકતા, ચાલકે ગાડી રિવર્સ લઈને ફરીથી ઇરાદાપૂર્વક ડ્રાઇવર સાઇડ બીજી વાર ટક્કર મારી હતી. આ ઘટના દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે ફોર્ચુનરનો રજીસ્ટ્રેશન નંબર GJ-16-BB-9944 નોંધી લીધો હતો અને લાઠી મારી પાછળનો કાચ તોડી નાખ્યો હતો. જોકે, ટક્કરના કારણે સરકારી બોલેરોનું બમ્પર અને વ્હિલ પ્લેટ વળી જતાં ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી, જેથી સરકારી વાહન આગળ વધી શક્યું નહોતું. આ ઘટના મંદિર સામે હાજર સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ પણ જોઈ હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે કંટ્રોલ રૂમમાં નાકાબંધી કરાવવાની જાણ કરી હતી અને ભાસરીયા હાઇવે સુધી તપાસ કરી હતી, પરંતુ ફોર્ચુનર કાર મળી આવી નહોતી. ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરવા તથા પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરવા બદલ ફોર્ચુનર ગાડી નંબર GJ-16-BB-9944 ના ચાલક અને તપાસમાં ખૂલે તે તમામ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023, એમ.વી. એક્ટ તથા પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો:વીડિયો વાયરલ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ
    Next Article
    રસ્તામાં મળેલો અજાણ્યો મોબાઈલ ખિસ્સામાં મૂકવો ભારે પડ્યો:સુરતમાં ATMમાં પૈસા ઉપાડતી વખતે ફોન બ્લાસ્ટ, યુવકનો સાથળ દાઝી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment