Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તામાં મળેલો અજાણ્યો મોબાઈલ ખિસ્સામાં મૂકવો ભારે પડ્યો:સુરતમાં ATMમાં પૈસા ઉપાડતી વખતે ફોન બ્લાસ્ટ, યુવકનો સાથળ દાઝી ગયો

    10 hours ago

    રસ્તા પર પડેલી કોઈ અજાણી કે બિનવારસી વસ્તુને અડકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ભેંસાણ રોડ પરથી મળેલો તૂટેલી ડિસ્પ્લેવાળો મોબાઈલ ફોન ખિસ્સામાં મૂક્યા બાદ યુવક જેવો એટીએમમાં પૈસા ઉપાડવા ગયો કે તુરંત જ ખિસ્સામાં ફોન ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં યુવકના જમણા પગની સાથળનો ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો. બનાવને પગલે સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ડિસ્પ્લે તૂટેલી હતી પણ ફોન ચાલુ હોવાથી ઉઠાવી લીધો મૂળ અમદાવાદના વતની અને હાલ સુરતના જહાંગીરાબાદ સ્થિત અંબિકાનગરમાં પરિવાર સાથે રહેતા 35 વર્ષીય પરૂણકુમાર બાબુભાઈ પોમલા પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ બાઈક લઈને એટીએમમાંથી રોકડ ઉપાડવા નીકળ્યા હતા. દરમિયાન ભેંસાણ રોડ પર પવિત્ર રેસીડેન્સી પાસેથી પસાર થતી વખતે રસ્તા પર ઓપ્પો કંપનીનો એક એન્ડ્રોઇડ સ્માર્ટફોન પડેલો જોવા મળ્યો હતો. ફોનની સ્ક્રીન તૂટેલી હતી પરંતુ તે ચાલુ હાલતમાં હોવાથી પરૂણકુમારે તેને ઉપાડીને પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી દીધો હતો. ATMમાં ટ્રાન્ઝેક્શન ચાલતું હતું ને ફોન ગરમ થઈ ફાટ્યો મોબાઈલ ખિસ્સામાં મૂક્યા બાદ પરૂણકુમાર નજીકમાં આવેલા એક્સિસ બેન્કના એટીએમ સેન્ટર પર પહોંચ્યા હતા. તેઓ મશીનમાંથી રૂપિયા ઉપાડી રહ્યા હતા તે દરમિયાન અચાનક પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અસામાન્ય રીતે ખૂબ જ ગરમ થવા લાગ્યો હતો. પરૂણકુમાર પરિસ્થિતિ સમજે અને ફોન બહાર કાઢે તે પહેલાં જ જોતજોતામાં પ્રચંડ ધડાકા સાથે ફોન બ્લાસ્ટ થયો હતો. લોકોના ટોળાં એકઠા થયા, નવી સિવિલમાં સારવાર અપાઈ એટીએમ કેબિનમાં ધડાકો થતાં અને ધુમાડો નીકળતાં આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા. બ્લાસ્ટને કારણે પરૂણકુમારના પેન્ટમાં આગ પકડાતાં તેઓ જમણા પગની સાથળના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી તેમને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અજાણી કે ક્ષતિગ્રસ્ત ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપાડવી જોખમી રસ્તા પર પડેલા મોબાઈલની બેટરી અગાઉથી ડેમેજ હતી કે પછી કોઈ આંતરિક શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, ડિસ્પ્લે તૂટેલા કે ક્ષતિગ્રસ્ત મોબાઈલમાં લિથિયમ-આયન બેટરી પંચર થઈ હોય ત્યારે તે હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવતાં કે દબાણ સર્જાતાં ક્ષણભરમાં આગ પકડી લેતી હોય છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રસ્તા પર પડેલી ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક ચીજો જીવલેણ સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ પર દારૂ ભરેલી ફોર્ચ્યુનર ચડાવી દેવાનો પ્રયાસ:સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, પોલીસના વાહનને ટક્કર મારી
    Next Article
    બાબરામાં SP સંજય ખરાતે 10 અરજદારો સાથે સીધો સંવાદ કર્યો:વાર્ષિક તપાસણી દરમિયાન પોલીસ કામગીરીની ગુણવત્તા અને પારદર્શિતા ચકાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment