Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો:વીડિયો વાયરલ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ

    9 hours ago

    જામનગર શહેરના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. જૂની અદાવત કે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ આ ઝઘડો સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. બંને પક્ષો આમને-સામને આવી જતાં છૂટા હાથે પથ્થરમારો શરૂ થયો હતો. અચાનક થયેલા પથ્થરમારાથી સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. થોડા સમય માટે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પોલીસ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડાકોરમાં ઊંચા વ્યાજની લાલચ આપી 6.32 લાખની સાયબર ઠગાઈ:ઓનલાઈન એપમાં રોકાણના નામે છેતરપિંડી, મહેસાણા-ડાકોરની મહાકાળી ડેરી ફાર્મના સંચાલકો સામે ગુનો
    Next Article
    પોલીસ પર દારૂ ભરેલી ફોર્ચ્યુનર ચડાવી દેવાનો પ્રયાસ:સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, પોલીસના વાહનને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment