Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાકોરમાં ઊંચા વ્યાજની લાલચ આપી 6.32 લાખની સાયબર ઠગાઈ:ઓનલાઈન એપમાં રોકાણના નામે છેતરપિંડી, મહેસાણા-ડાકોરની મહાકાળી ડેરી ફાર્મના સંચાલકો સામે ગુનો

    9 hours ago

    ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં રહેતા અને કારપેન્ટરી તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારીને તેમના પરિચિત દ્વારા એક નાણાકીય રોકાણ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં 1,00,000 રૂપિયાના રોકાણ સામે મહિને 12,000 રૂપિયા વ્યાજ મળતું હોવાની વાત કરવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે વેપારીના નામે પ્રોફાઈલ બનાવી ક્યૂઆર કોડ મારફતે નાની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. વેપારીએ પ્રથમ તબક્કે 10,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને તેના બદલામાં તેમના વોલેટમાં ડિજિટલ પેમેન્ટ જમા થતાં તેમને સ્કીમ પર વિશ્વાસ આવ્યો હતો. જય મહાકાળી ડેરી ફાર્મના સંચાલકો દ્વારા SD Pay એપ્લિકેશન મારફતે ડાકોર વિસ્તારમાં વ્યવહારો ચલાવવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વધુ વ્યાજ મેળવવાની લાલચ આપીને તબક્કાવાર મોટી રકમોનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. વેપારી પાસેથી જુદા જુદા સમયે 50,000 રૂપિયા, 51,000 રૂપિયા તેમજ અન્ય રકમો મળીને અલગ અલગ બેંક ખાતાઓમાં સ્કેનર મારફતે જમા કરાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં નાના ઉપાડ મેળવવાની સુવિધા આપીને સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત હોવાનો આભાસ ઊભો કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2025થી એપ્રિલ 2026 સુધીના સમયગાળા દરમિયાન વેપારી પાસેથી તબક્કાવાર કુલ 5,69,000 રૂપિયાથી વધુ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આ તમામ રકમ સ્થાનિક સંચાલકના પ્રોફાઈલ મારફતે ડિજિટલ વોલેટમાં દર્શાવવામાં આવતી હતી. ત્યાર બાદ એપ્લિકેશનનું નામ SD Pay બદલી અપના પે કરવામાં આવ્યું હતું અને વેપારી દ્વારા જમા કરાવેલી રકમનો ઉપાડ કરવાનો વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો હતો. રોકાણ કરેલા નાણાં પરત મેળવવા માટે વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. નાણાં પરત ન મળતા આખરે વેપારીએ સમગ્ર મામલે સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલની પ્રાથમિક તપાસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી બેંક ઓફ બરોડા, યસ બેંક અને એરટેલ પેમેન્ટ્સ બેંક સહિતના અન્ય ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ હોવાની માહિતી સામે આવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી એપ્લિકેશનમાંથી નાણાંનો ઉપાડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને તમામ સેવાઓ ઠપ થઈ ગઈ હતી. એપ્લિકેશનનું નામ બદલીને સોશિયલ મીડિયા ગ્રુપ મારફતે અન્ય લોકોને પણ રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર કારસો ઘડીને વેપારી સાથે 6,32,599 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે ખેડા સાયબર ક્રાઈમ પોલીસે મહેસાણાના એપ્લિકેશન સંચાલક તેમજ ડાકોરના સ્થાનિક સાથીદારો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    635 કરોડથી વધુનું કૌભાંડ, ગુજરાતભરમાંથી 1.50 લાખ લોકો ભોગ બન્યા:SD Pay એપ બનાવી લોકોને રોકાણ માટે લલચાવ્યા, અમરેલી પોલીસે 6 આરોપી પકડ્યા
    Next Article
    બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો:વીડિયો વાયરલ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment