Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં દુષ્કાળ વચ્ચે રાજકોટમાં ગૌ પ્રેમીઓ એકત્ર:સરકાર ઘાસચારો સસ્તો આપે, પશુઓ માટે ઢોર ડબ્બા બને, એક પણ પશુ કતલખાને ન ધકેલાય તેવી તાકીદ

    6 hours ago

    ગુજરાતમાં ચાલુ વર્ષે સર્જાયેલી દુષ્કાળ જેવી ભયાનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટના જીવદયા અને ગૌપ્રેમીઓ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી પશુપાલકો દ્વારા ઢોર-ઢાંખરને છૂટા મૂકી દેવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જેને પગલે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બનવાની આશંકા સેવાઈ રહી છે. જેથી સરકાર દ્વારા રાહતદરે ઘાસચારો આપવામાં આવે, પશુઓ રખડતા ન મૂકવા પડે તે માટે ઢોર ડબ્બા બનાવવા માટે સહાય કરવામાં આવે તેવી માંગણી મૂકાઈ હતી તો પરિસ્થિતિમાં એક પણ પશુઓ કતલખાને ન ધકેલાય તેની તકેદારી રાખવા અપીલ કરાઈ હતી. રાજકોટ એનિમલ હેલ્પલાઈનના ટ્રસ્ટી ધીરેન્દ્ર કાનાબારે જણાવ્યું હતું કે, વર્તમાન સમયે કચ્છ, પોરબંદર અને દ્વારકા જેવા જિલ્લાઓમાં સરકારે અછતગ્રસ્ત પરિસ્થિતિ જાહેર કરી છે.ચોમાસાની ઋતુ દરમિયાન જ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પશુપાલકો દ્વારા ગાય, બળદ સહિતના ઢોરોને છૂટા મૂકી દેવાના અહેવાલો મળી રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિ વધુ વિકટ બને તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ભયાનક પરિસ્થિતિનો પૂર્વતૈયારીના ભાગરૂપે સામનો કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે વ્યાજબી અને ઓછા ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરવી.પશુઓ રખડતા ન રહે તે માટે વિવિધ વિસ્તારોમાં ઢોર ડબ્બા ચાલુ કરવાની યોજના બનાવવી, એક પણ ગાય, બળદ કે અન્ય જીવ અછતના કારણે કતલખાને ન પહોંચે તેની ચોક્કસ વ્યવસ્થા ગોઠવવી જેવા મુદ્દાઓ પર દ્રઢપણે કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં રાજકોટના તમામ ગૌપ્રેમીઓ અને જીવદયા સંગઠનોએ એકઠા થઈને આગામી દિવસોમાં મજબૂત આયોજન સાથે વધુમાં વધુ જીવોના પ્રાણ બચાવવા માટેનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં PM મોદીનું GEN-Zને સંબોધન, નારાજ ફૂફાને ફરી યાદ કર્યા:2014થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા, જૂની સરકાર 50,000 ટોઇલેટ નહોતી બનાવી શકતી
    Next Article
    ભાવનગર મનપાનું મિશન મોડ:વાહકજન્ય રોગો અટકાવવા 1.11 લાખ ઘરોમાં સઘન સર્વેલન્સ, 287 ટીમોએ 3.42 લાખ પાત્રો ચકાસ્યા, 1165 સ્થાનોનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment