Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાનું મિશન મોડ:વાહકજન્ય રોગો અટકાવવા 1.11 લાખ ઘરોમાં સઘન સર્વેલન્સ, 287 ટીમોએ 3.42 લાખ પાત્રો ચકાસ્યા, 1165 સ્થાનોનો નાશ કરાયો

    7 hours ago

    437 પાત્રોમાંથી પોરા મિશન મોડમાં નષ્ટ કરાયા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ હેતુથી મિશન મોડમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે, સમગ્ર શહેરને આવરી લેતા આ ખાસ આયોજન હેઠળ ગત અઠવાડિયા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિસ્તૃત કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સર્વેલન્સ અને મચ્છર ઉત્પત્તિ સ્થાનકના નાશની દરમ્યાન 287 ટીમ અને 58 સુપરવાઈઝરો દ્વારા કૂલ 1,11,084 ઘરોની મુલાકાત લઈ 4,14,391 વસ્તીને કવર કરવામાં આવી હતી, તપાસ દરમિયાન 3,42,050 પાત્રો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 396 ઘરોના 437 પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો, ઈન્ટ્રા-ડોમેસ્ટિક કામગીરી હેઠળ ઘરોની અંદરના 634 અને ઘર બહારના 531 મળી કૂલ 1165 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બહારના 225 સ્થળોને ઓઈલ દ્વારા ટ્રીટ કરવામાં આવ્યા હતા, સર્વે દરમિયાન લેવાયેલા 1189 લોહીના નમૂનાના મેલેરિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એક પણ પોઝિટિવ કેસ મળી આવ્યો નથી, કન્સ્ટ્રક્શન સાઈટ, શાળા અને આંગણવાડી મળી કૂલ 22 સ્થળોની મુલાકાત લેવાઈ હતી, જેમાંથી 1 સ્થળે મચ્છરના પોરા મળી આવ્યા હતા., કામગીરી સાથે આરોગ્ય ટીમ દ્વારા નાગરિકોને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા રાખવાની સાવચેતી, વાહકજન્ય રોગોના ફેલાવા અને તેના લક્ષણો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ કોઈ પણ લક્ષણ જણાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે...
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં દુષ્કાળ વચ્ચે રાજકોટમાં ગૌ પ્રેમીઓ એકત્ર:સરકાર ઘાસચારો સસ્તો આપે, પશુઓ માટે ઢોર ડબ્બા બને, એક પણ પશુ કતલખાને ન ધકેલાય તેવી તાકીદ
    Next Article
    Cricket Australia Makes BBL 'Private', Puts Melbourne Renegades For Sale

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment