Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં PM મોદીનું GEN-Zને સંબોધન, નારાજ ફૂફાને ફરી યાદ કર્યા:2014થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા, જૂની સરકાર 50,000 ટોઇલેટ નહોતી બનાવી શકતી

    19 hours ago

    આજે ગુજરાતની લેબોરેટરીમાં મોદીની રેમ્પની રાજનીતિનો પ્રયોગ. વડોદરામાં PM મોદીનું ખાસ Y આકારના સ્ટેજ રેમ્પ વોક કરીને GEN-Zને મળ્યા હતા. હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી મોદીનું સ્વાગત કરાયું. મોદીએ GEN-Zને સંબોધન કરતાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું, નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે, 2014થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા. જુની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે- આવતા વર્ષે મે-જૂનમાં બુલેટ ટ્રેન દોડશે. MS યુનિવર્સિટી ગ્રાઉન્ડના કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. PM મોદીનું સંબોધન શરૂ મોદીએ કહ્યું કે, વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે આપની વચ્ચે આવ્યો છું. અહીં હજારો કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ વિકાસ પર્વ માટે જે સેવા ભાવ સાથે વડોદરામાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, તેના માટે હું વડોદરાના દરેક નાગરિકનો અભિનંદન કરું છું. તેની સરાહના કરું છું. મેં કાલે વડોદરાનો એક વીડિયો જોયો ખૂબ ગર્વ અનુભવ્યો, મારા વડોદરાના તમામ લોકોને અભિનંદન. વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીની શહેર છે. આજે ફ્રેડ કોરીડોરની અંતિમ કડીઓ જોડાઈ ગઈ છે. આજે 2800 કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો. આ કોરિડોર આ વાતનું સાક્ષી છે કે વિતેલા 12 વર્ષમાં દેશની કામ કરવાની પધ્ધતિ કેવી રીતે બદલાઈ છે. આ કોરિડોર માટે 2004 માં વિચાર શરૂ થયો હતો. એટલે કે ત્યારે કદાચ અહીં બેઠેલા પૈકી કેટલાકનો જન્મ પણ નહીં થયો હોય. 2006માં કંપની બની અને બાદમાં 2014માં ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ ફરતી રહી. 2014માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલી આપ્યો. 7-8 વર્ષમાં એક કિમી ફ્રેથ કોરિડોર પર કામ થયું ન હતું. અગાઉની સરકાર મુજબ દેશ ચલાવતા તો ત્રણ ચાર પેઢી નીકળી જાત. 2014 બાદ મને અહીંથી હું જે ભણીને ગયો હતો ત્યાં પહોંચી ને એ કામને ગતિ આપવાનું કામ શરૂ કર્યું. 2500 કિમીની કામ આજે પૂર્ણ કરી બતાવ્યું છે. આ ફ્રેડ કોરિડોર દેશના વેપારનો મુખ્ય આધાર બની રહ્યું છે. આ કોરિડોર વિકસિત ભારતની જીવન રેખા છે. આના થકી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની કાયાકલ્પ થઈ છે. આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેડ કોરિડોર પર 430થી વધુ માલગાડી ચાલે છે. પહેલા જે માલગાડી સાડા છ કલાકમાં 100 કિમીની યાત્રા કરતી હતી તે હવે તેનાથી અડધા સમયમાં યાત્રા પૂર્ણ કરશે. જ્યાં ટ્રકથી સામાન મોકલવા 30 કલાક લાગતા હતા તેના પર હવે 10થી 12 કલાક લાગશે. હાલમાં JNPTથી વડોદરા સુધી ડબલ ડેકર માલગાડી ચલાવવામાં આવી. આ ગાડી ચાલવાથી એક વાર નહી 250થી વધુ ટ્રક જેટલો સામાન મુંબઈથી વડોદરા પહોંચ્યો. હવે જે નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે કે ટ્રક ચાલકનું શું થશે. પણ હવે મોટી માત્રામાં સામાન એક સ્થળથી બીજા સ્થળે પહોંચી શકશે. આજે અનેક નવી ટ્રેન શરૂ થઈ છે. નવી ટ્રેનો થકી વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુરના લોકોને સુવિધા મળશે. દેશમાં કરોડો લોકો માટે ચીજવસ્તુઓ બને છે ત્યારે લોકોનું જીવન સુધરે છે. આ વર્ષે રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ છે, જે પાછલા વર્ષો કરતા અનેક ગણું મોટું છે. રેલવે હજારો નવા રોજગાર બનાવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા બાદ તેની આસપાસ નવા ઉદ્યોગો આવે છે. હવે આ વડોદરા શહેર દેશનું પહેલા મેડ ઇન ઈન્ડિયા ફ્લાઇટ ના મેન્યુફેક્ચર માટે જાણીતું બન્યું છે. આ ગૌરવ બદલ વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન. ભારતે એક દશકમાં ભારત રેલ કોચ, મેટ્રો કોચ અને એન્જિન બનાવવામાં પહેલકરી છે. 2014 પછી હાલ સુધીમાં 50 હજાર આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જુની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી. આત્મનિર્ભરતાની આખી ચેઇન ભારતમાં જ બનશે કડાણા ડેમ પર સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ છે. અગાઉના વર્ષોમાં સોલાર પ્રોજેક્ટ લગાવવું ખૂબ મોંઘુ હતું. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ભારતમાં જ પીવી મોડ્યુલ બનાવવાનું શરૂ કર્યું. હાલમાં 200 ગીગાવોટ મોડ્યુલ બનાવી શક્યા છે. ગુજરાતના 11 લાખ પરિવાર પીએમ સોલાર યોજના હેઠળ લાભ લઈ ચૂક્યા છે. જૂઠાણું ફેલાવનાર તો દરેક ચોરાહે મળી જશે. ભારતનો યુવાન સત્યની હુંકાર સાથે ચાલે છે. આવનાર દિવસમાં દરેક વસ્તુ વીજળીથી ચાલશે. ભારતે આવનાર દિવસમાં ઈકો સિસ્ટમ મજબૂત બનાવવા કામ કરવું પડશે. હાલમાં યુરેનિયમ માટે સમજૂતી કરવામાં આવી રહી છે જે યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે. હાલમાં ડિગ્રી સાથે સ્કીલ પણ જરૂરી બની ગયું છે. આજે શિક્ષણ નીતિમાં નવા રૂપમાં ફેરવી રહ્યા છે. મે લાલ કિલ્લાથી બે ઘોષણા કરી હતી. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન ફ્રી કોચિંગ આપવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી છે. AIના માધ્યમથી અનેક ક્ષેત્રમાં કામ થઈ શકે છે. સરકાર યુવાનો માટે નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવીને જ રહેવાનું છે. મોદીએ ગુજરાતીમાં કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ, દિવાળી ચકાચક જાય.. ધન્યવાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સંબોધન પૂર્ણ કર્યું. PM મોદીની ધમાકેદાર એન્ટ્રી, રેમ્પ વોક ને GEN-Z સાથે કનેક્ટ મોદીએ સ્ટેજ પરથી GEN-Z પાસેથી ફોટો ફ્રેમ લીધી નવસારી જિલ્લા કમલમનું ઉદ્ઘાટન કરશે વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી નવસારી પહોંચશે. પીએમ બન્યા બાદ પ્રથમવાર જિલ્લાના 'નમો કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય રોડથી કમલમ સુધી 1100 મહિલાઓ કળશ લઈ પીએમનું સ્વાગત કરશે. કાર્યાલય બહાર 500 લોકો ડમરું વગાડશે સાથે જ 100 જેટલા લોકો ત્રાસા વગાડી અભિવાદન કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ 5000થી વધુ બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો અને શિક્ષકો સહિત ટોચના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 5 પકડાયા:2 ફરાર, પોલીસે રૂ.48,400નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    રાજ્યમાં દુષ્કાળ વચ્ચે રાજકોટમાં ગૌ પ્રેમીઓ એકત્ર:સરકાર ઘાસચારો સસ્તો આપે, પશુઓ માટે ઢોર ડબ્બા બને, એક પણ પશુ કતલખાને ન ધકેલાય તેવી તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment