Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 5 પકડાયા:2 ફરાર, પોલીસે રૂ.48,400નો મુદ્દામાલ જપ્ત કર્યો

    6 hours ago

    જામજોધપુર પોલીસે 7 સપ્ટેમ્બરની વહેલી સવારે ઘાસ ગોડાઉન પાસે મેહુલભાઈ પાટડીયાના ઘર બહાર દરોડો પાડ્યો હતો. પોલીસના કહેવા મુજબ, સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો. આ દરોડામાં પોલીસે મેહુલભાઈ પાટડીયા, ચંદ્રેશભાઈ વરાણીયા, કાનજીભાઈ વાઘેલા, ભાવેશભાઈ ડાભી અને પ્રકાશચંદ્ર લુદરીયા સહિત પાંચ લોકોને પકડ્યા હતા. જોકે, ભરતભાઈ ધામેચા અને રમેશભાઈ લુદરીયા પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા 13,400, ગંજીપત્તાના 52 પાના અને કાળા રંગની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ જપ્ત કરી હતી. કુલ રૂપિયા 48,400નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એસેસમેન્ટ-રિકવરી ઓફિસર અને ડેપ્યુટી ઈજનેરની પરીક્ષાની તારીખ જાહેર:સુરત મહાનગરપાલિકામાં બે સંવર્ગોની સીધી ભરતીની લેખિત પરીક્ષા 20 સપ્ટેમ્બરે યોજાશે
    Next Article
    વડોદરામાં PM મોદીનું GEN-Zને સંબોધન, નારાજ ફૂફાને ફરી યાદ કર્યા:2014થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા, જૂની સરકાર 50,000 ટોઇલેટ નહોતી બનાવી શકતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment