Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસેસમેન્ટ-રિકવરી ઓફિસર અને ડેપ્યુટી ઈજનેરની પરીક્ષાની તારીખ જાહેર:સુરત મહાનગરપાલિકામાં બે સંવર્ગોની સીધી ભરતીની લેખિત પરીક્ષા 20 સપ્ટેમ્બરે યોજાશે

    6 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતી પ્રક્રિયા મારફતે ભરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે મ્યુનિસિપલ તંત્ર દ્વારા બે મહત્વપૂર્ણ સંવર્ગોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ બંને સંવર્ગો માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સુરત શહેરમાં વિવિધ નિયત પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. 20 સપ્ટેમ્બરે લેખિત પરીક્ષા યોજાશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ચ મહિનામાં વિવિધ સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ભરતી ઝુંબેશ અંતર્ગત ખાસ કરીને 'એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર' તેમજ 'ડેપ્યુટી ઈજનેર (સિવિલ)'ની જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ રસ દાખવ્યો હતો. જે ઉમેદવારોએ સમયમર્યાદામાં ઓનલાઈન પોર્ટલ મારફતે નિયમ અનુસાર સફળતાપૂર્વક અરજી કરી છે, તે તમામ માન્ય ઉમેદવારો આ આગામી 20 સપ્ટેમ્બરની લેખિત પરીક્ષામાં બેસી શકશે. અભ્યાસક્રમ અને ભરતીની તમામ વિગતો વેબસાઈટ પર પરીક્ષાની સુચારૂ તૈયારી અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા જરૂરી વિગતો અગાઉથી જ જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ, ઉમેદવારો માટે ધ્યાનમાં રાખવાની સામાન્ય સૂચનાઓ તથા ભરતી સંબંધિત વિગતો સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર અગાઉથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર, હોલ ટિકિટ તથા અન્ય નિયમો અંગેની વિગતો માટે પાલિકાની અધિકૃત વેબસાઇટની નિયમિત મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહેલા હજારો યુવા ઉમેદવારો માટે આ તારીખની જાહેરાત થતાં પરીક્ષા લક્ષી તૈયારીઓએ હવે વેગ પકડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં PM મોદીનું GEN-Zને સંબોધન, નારાજ ફૂફાને ફરી યાદ કર્યા:35 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, આવતા વર્ષે બુલેટ ટ્રેન દોડશે
    Next Article
    જામજોધપુરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 5 પકડાયા:2 ફરાર, પોલીસે રૂ.48,400નો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment