Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:મોડાસા પંથકમાં દારૂડિયા, વહેમીલા પતિના ત્રાસથી મહિલાએ ચાર દીકરીઓ સાથે પિયરની વાટ પકડી

    2 days ago

    મોડાસાના એક ગામમાં દારૂના વ્યસન અને શંકા-કુશંકાના કારણે પતિના ત્રાસથી કંટાળીને મહિલા પોતાની 4 પુત્રીઓ સાથે પિયર જતી રહી હતી. મોડાસાના સબલપુર સ્થિત પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરે સફળ કાઉન્સેલિંગ કરીને પતિ પાસેથી સુધારાની લેખિત બાંહેધરી મેળવી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું છે. મોડાસાના એક ગામડામાં દારૂના વ્યસન અને અંધ વહેમે એક હસતો-રમતો પરિવાર બરબાદીના આરે લાવી મૂક્યો હતો. પત્ની પર સતત શંકા-કુશંકા કરીને દારૂના નશામાં અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતાં પતિથી કંટાળીને આખરે ચાર માસૂમ દીકરીઓની માતાએ પિયરનો રાહ પકડ્યો હતો. પોતાનું ભવિષ્ય ધૂંધળું જણાતાં મહિલાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત મોડાસાના સબલપુર ખાતે આવેલા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં ન્યાય અને સહાય માટે અરજી કરી હતી. અરજીને ગંભીરતાથી લઈને કેન્દ્રના કાઉન્સેલર પ્રેમિલાબેન અને નીરૂબેને પતિ-પત્ની બંનેને સેન્ટર પર બોલાવ્યા હતા. કાઉન્સેલર્સે બંને સાથે વ્યક્તિગત તેમજ સંયુક્ત બેઠકો યોજીને પતિને દારૂના વ્યસનથી પરિવાર પર પડતી ગંભીર નકારાત્મક અસરો અને વહેમના કારણે ઊભા થતા કૌટુંબિક વિવાદો અંગે કાયદાકીય અને નૈતિક સમજ આપી હતી. કાઉન્સેલિંગ બાદ ભાન થતાં પતિએ ભવિષ્યમાં ક્યારેય દારૂ ન પીવા, પત્ની પર ખોટો વહેમ ન રાખવા અને ત્રાસ ન આપવાની લેખિત બાંહેધરી આપી હતી. સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બંને પક્ષોની સંમતિથી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. તૂટતાં સંસારને બચાવી લેવા બદલ મહિલા અરજદારે મોડાસાના સબલપુર કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ:વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો, પાણીગેટ વિસ્તારમાં જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું
    Next Article
    Slapped By Customer Over Torn Rs 10 Note, Delivery Partner Dies By Suicide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment