Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધનામાં યુવતી સાથે અને ગોડાદરામાં સગીરા સાથે દુષ્કર્મ:અબુ હુમેરે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે કુકર્મ આચર્યુ, આમિશ અને તેના ભાઈ સાદીરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી

    6 hours ago

    શહેરના ઉધના અને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં ઉધના વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવીને એક યુવતીને ધાકધમકી આપી યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં ગોડાદરા વિસ્તારમાં પ્રેમસંબંધ અને લગ્નની લાલચ આપી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને મામલે ગુના દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ કરી જબરદસ્તી દુષ્કર્મ આચર્યું આરોપી અબુ હુમેર ખાન નૌશાદ ખાને નવકેતન સોસાયટી પાસે રહેતી યુવતીને ઈન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આરોપીએ યુવતીનો વીડિયો અને ફોટો લઈ તેને બદનામ કરવાની ધમકી આપી હતી. આશરે ત્રણ મહિના અગાઉ આરોપી યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને લઈને ભોગ બનનાર યુવતી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમસંબંધની આડમાં સગીરાનું વારંવાર શોષણ ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરોપીઓ તરીકે આમિશ અલી અને તેના ભાઈ સાદીર અલીની સંડોવણી સામે આવી છે. આક્ષેપ મુજબ આરોપી આમિશે ડિસેમ્બર-2025થી ભોગ બનનાર સગીરા સાથે સંપર્ક કેળવી તેની સાથે પરિચય વધાર્યો હતો અને પ્રેમસંબંધ બાંધી તેની સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો. આ પ્રણયસંબંધ અને શારીરિક સંબંધોની જાણ જ્યારે આરોપી આમિશના ભાઈ સાદીર અલીને થઈ, ત્યારે તેણે પીડિતાને ધમકી આપી હતી કે, જો તે આ વાત કોઈને કહેશે તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. બજરંગ સેનાએ મદદ કરતા યુવતીએ ફરિયાદ નોંધાવી આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાની એકલતાનો ગેરલાભ ઉઠાવી બંને ભાઈઓએ અવારનવાર તેની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ ત્રાસ અને ધાકધમકીઓથી કંટાળીને આખરે પીડિતાએ ગોડાદરા વિસ્તારમાં બજરંગ સેનાના અગ્રણીઓનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ બજરંગ સેનાના અગ્રણીઓની સહાય અને ઉપસ્થિતિમાં પીડિતાએ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચીને બંને આરોપી ભાઈઓ (આમિશ અલી અને સાદીર અલી) વિરુદ્ધ કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધાવી છે. બન્ને કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ આ બંને અત્યંત સંવેદનશીલ અને ગંભીર અપરાધો સંદર્ભે શહેરના સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઉધના કેસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન.બુધેલીયા અને ગોડાદરા કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર ટી.આર.પાટીલ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ દ્વારા પીડિતાઓના નિવેદનો નોંધીને પુરાવા એકત્ર કરવાની કવાયત તેજ કરવામાં આવી છે, જેથી ગુનેગારોને કડક સજા અપાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી:ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન
    Next Article
    દર મહિને 70 પરિવારને લાભ:મનપાના લગ્ન હોલની બુકિંગ તારીખ ગમે તેટલી વાર બદલી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment