Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી:ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન

    7 hours ago

    વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલા હેમુ પેટ્રોલપંપ નજીક IRMA બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ વલસાડ ફાયર ફાઈટર ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમે સમયસર કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોએ અનુમાન લગાવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ પછી જ સ્પષ્ટ થશે. કારમાં આગ લાગવાની આ ઘટનાને કારણે IRMA બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    27 વર્ષના યુવકને ઝેરી સાપે ડંખ માર્યો:108ની ટીમે સમયસર સારવાર આપી સિવિલમાં ખસેડ્યો
    Next Article
    ઉધનામાં યુવતી સાથે અને ગોડાદરામાં સગીરા સાથે દુષ્કર્મ:અબુ હુમેરે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે કુકર્મ આચર્યુ, આમિશ અને તેના ભાઈ સાદીરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment