Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 વર્ષના યુવકને ઝેરી સાપે ડંખ માર્યો:108ની ટીમે સમયસર સારવાર આપી સિવિલમાં ખસેડ્યો

    7 hours ago

    વલસાડ તાલુકાના અતુલ રેલવે સ્ટેશન પાસે મજૂરી કરતા 27 વર્ષના યુવકને ઝેરી સાપે ડંખ માર્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે તરત જ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી. યુવકને જરૂરી ઇન્જેક્શન અને ઓક્સિજન આપીને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો. માહિતી મુજબ, પીપુભાઈ ડામર નામના યુવકને ડાબા પગે સાપે ડંખ માર્યો હતો. સર્પદંશ થતા જ તેમણે તરત જ 108 ઇમરજન્સી સેવા પર ફોન કર્યો. રાત્રે 9:42 વાગ્યે કોલ મળતા જ અતુલ 108ની ટીમના EMT માનસી પટેલ અને પાયલોટ પ્રિયાંક પટેલ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ટીમે સ્થળ પર પહોંચી પીપુભાઈને સર્પદંશ થયાનું જાણ્યું. 108ની ટીમે તરત જ પ્રાથમિક સારવાર શરૂ કરી. ત્યારબાદ 108 હેડ ઓફિસના ડો. સહદેવના માર્ગદર્શન હેઠળ દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન સહિત જરૂરી ઇન્જેક્શન અને સારવાર આપવામાં આવી. દર્દીની હાલત જોઈને 108ની ટીમે તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. આમ, સર્પદંશ જેવી ગંભીર સ્થિતિમાં સમયસર મળેલી 108 ઇમરજન્સી સેવાને કારણે યુવકનો જીવ બચ્યો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વરસાદની સ્થિતિ અંગે સાંસદ પૂનમબેન માડમે બેઠક કરી:પાણી વિતરણ, ઘાસચારા અને જળ વ્યવસ્થાપન મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓને સૂચના
    Next Article
    વલસાડમાં પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી:ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment