Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વરસાદની સ્થિતિ અંગે સાંસદ પૂનમબેન માડમે બેઠક કરી:પાણી વિતરણ, ઘાસચારા અને જળ વ્યવસ્થાપન મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓને સૂચના

    7 hours ago

    જામનગર જિલ્લામાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિનો સામનો કરવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા માટે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદે જિલ્લાના તમામ તાલુકાના વરસાદના આંકડા, પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા તેમજ આગામી આયોજનની વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા, જિલ્લામાં ઉપલબ્ધ ઘાસ ડેપોની સંખ્યા અને તેના વિતરણ પ્રક્રિયા અંગે ગંભીરતાથી ચર્ચા થઈ હતી. જિલ્લામાં પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા માટે સાંસદે સૂચના આપી હતી. તેમણે કહ્યું કે દરેક ઘરને પૂરતું પાણી મળે તે તંત્રની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. આ માટે પાણી ચોરી રોકવા, ખરાબ પાઇપલાઇન અને તેનાથી જોડાયેલા મશીનરીનું ઝડપથી રિપેરિંગ કરવા તેમજ પાણી વ્યવસ્થાપન સાથે જોડાયેલી કચેરીઓમાં જરૂરિયાત મુજબ સ્ટાફ ફાળવવા ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત, જળાશયોમાંથી પાણી છોડવામાં આવે ત્યારે તેની ગ્રામજનો અને ખેડૂતોને અગાઉથી જાણ કરીને જ યોગ્ય વિતરણ આયોજન લાગુ કરવાની તાકીદ કરાઈ હતી. બેઠક દરમિયાન સ્થાનિક ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા ચેકડેમ, નવી પાઇપલાઇન, મોટર સહિતના મશીનરીની ઉપલબ્ધિ અંગેના પ્રશ્નો સાંસદે સાંભળ્યા હતા. તેમણે અધિકારીઓને આ અંગે ઝડપથી સકારાત્મક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાંસદે ચર્ચામાં લીધેલા તમામ મુદ્દાઓ પર કોઈ પણ વિલંબ વગર તાત્કાલિક નક્કર પગલાં ભરવા હાજર તમામ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, સિંચાઈ વિભાગ સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઈજનેર અને અધિક સચિવ એસ.જી.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, અગ્રણી બીનાબેન કોઠારી, ડો.વિનુભાઈ ભંડેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈએ ભાજપ-આપ વચ્ચે રાજકીય સંગ્રામ:જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 16 માંથી 6 બેઠકો બિનહરીફ: ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ગરમાઈ
    Next Article
    27 વર્ષના યુવકને ઝેરી સાપે ડંખ માર્યો:108ની ટીમે સમયસર સારવાર આપી સિવિલમાં ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment