Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈએ ભાજપ-આપ વચ્ચે રાજકીય સંગ્રામ:જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 16 માંથી 6 બેઠકો બિનહરીફ: ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ગરમાઈ

    7 hours ago

    ​આગામી તારીખ 9 સપ્ટેમ્બર 2026 ના રોજ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને સહકારી મંડળી વિભાગની 2 બેઠકો મળીને કુલ 16 બેઠકો આવેલી છે. જેમાંથી વેપારી વિભાગની 4 અને સહકારી મંડળી વિભાગની 2 બેઠકો મળીને કુલ 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. હવે ખેડૂત વિભાગની બાકી રહેલી 10 બેઠકો માટે કુલ 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ 10 બેઠકો જીતવા માટે ભાજપ પ્રેરિત 10 ઉમેદવારો અને આમ આદમી પાર્ટી પ્રેરિત 7 ઉમેદવારો વચ્ચે સીધો અને કાંટાની ટક્કર જેવો જંગ જામ્યો છે. બંને પક્ષો પોતાના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે રાત-દિવસ એક કરીને પ્રચાર કરી રહ્યા છે, તેમજ સોશિયલ મીડિયા પર પણ સામસામે આકરા પ્રહારો શરૂ થઈ ગયા છે. ​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચૂંટણી ઉમેદવાર કેવલ ચોવટિયાએ વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં અમુક લેભાગુ તત્વો દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને મતદારોને બદનામ કરવા માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ દરરોજ વિકાસના નવા પરિમાણો સર કરી રહ્યું છે અને તેની સ્થાપનાથી લઈને આજ સુધી યાર્ડની ચૂંટણી ક્યારેય બિનહરીફ થઈ નથી. યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતો માટે રાત્રિ રોકાણ, ભોજન, ખુલ્લો તોલ, ખુલ્લી હરાજી અને રોકડા નાણાં ચૂકવવાની અત્યંત સુચારુ વ્યવસ્થા ઉપલબ્ધ છે.આમ આદમી પાર્ટી પાસે પોતાના ઉમેદવારો ન હોવાથી પૈસા આપીને ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. આવનારી ચૂંટણીમાં મતદારો પોતાના કિંમતી મતથી આવા તત્વોને યોગ્ય જવાબ આપીને ઘરભેગા કરશે અને ખેડૂતોનું સારું થાય તેવા પ્રયાસોને સમર્થન આપશે. ​બીજી તરફ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ ભાજપ પર બોગસ મંડળીઓ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મૂક્યા છે. હરેશ સાવલિયાએ જણાવ્યું છે કે માર્કેટીંગ યાર્ડમાં અગાઉ સામ-દામ-દંડ-ભેદ અને દબાણથી ચૂંટણીઓ બિનહરીફ કરાવી લેવામાં આવતી હતી. યાર્ડ હેઠળની 80 ટકા મંડળીઓ બોગસ છે અને ઘણા ખેડૂતોને ખબર પણ નથી હોતી કે તેઓ સાત કે પંદર મંડળીઓમાં પ્રમુખ કે સભ્ય છે. ભેસાણ તાલુકાના મેંદપરા, છોડવડી, ચણાકા અને વાંદરવડ જેવા અનેક ગામોના ખેડૂતોની જાણ બહાર તેમના ખાતામાં બોજા પડી ગયા છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે યાર્ડમાં 1 કરોડ રૂપિયાની અંદર તૈયાર થઈ જાય તેવા છાપરા માટે 8.5 કરોડ રૂપિયાનું બિલ ઉધારીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ખેડૂતોનો માલ પલળી જાય ત્યારે કોઈ જવાબ આપતું નથી. આ વખતે ખેડૂતો જાગૃત થઈને બૂથમાં જઈ શાંતિથી આ સત્તાધીશોને ઘરભેગા કરે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹2,406 વધીને ₹2.34 લાખ પ્રતિ કિલોએ પહોંચી:10 ગ્રામ સોનું ₹606 મોંઘું થઈને ₹1.53 લાખનું થયું, આ વર્ષે ₹20 હજાર મોંઘું થઈ ચૂક્યું છે
    Next Article
    જામનગરમાં વરસાદની સ્થિતિ અંગે સાંસદ પૂનમબેન માડમે બેઠક કરી:પાણી વિતરણ, ઘાસચારા અને જળ વ્યવસ્થાપન મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓને સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment