Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નની ના પાડતા યુવકે પૂર્વ પ્રેમિકાની સગાઈ તોડાવી નાખી:ભાઈઓને કેસમાં ફસાવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઉપાડી જવાનું કહેતા પોલીસ ફરિયાદ

    1 day ago

    શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવતીને પ્રેમ સંબંધનો ઈનકાર કર્યાં બાદ યુવક દ્વારા સતત હેરાન પરેશાન કરી ધમકીઓ આપવામાં આવતી હતી. આરોપીએ અદાવત રાખીને યુવતીની સગાઈ તોડાવી નાખી હતી અને ત્યારબાદ ફોન પર તેના ભાઈઓને ખોટા કેસમાં ફસાવી દેવા તેમજ યુવતીને ઉપાડી જવાની ધમકી આપી હતી. જે અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. જો કે યુવતી પહેલા યુવક સાથે પ્રેમમાં હતી અને તેના વ્યસનને લીધે પ્રેમ સંબંધ તોડ્યો હતો. જે બાદ યુવક હેરાન કરતો હતો. લગ્ન માટે દબાણ કરી યુવતીની સગાઈ તોડાવી નાખી વેજલપુરની એક સોસાયટીમાં રહેતા હરેશભાઈ પુરબીયા સાથે કામ કરવા આવતી યુવતીને એક વર્ષ અગાઉ પ્રેમ સંબંધ હતો. પરંતુ હરેશને નશો કરવાની આદત હોવાનું જાણવા મળતા યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાતની અદાવત રાખી હરેશ યુવતીની પાછળ જઈને તેને હેરાન કરતો હતો, તેમજ ગાળો બોલી અને ઝપાઝપી કરીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જો કે યુવતીની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થતા આરોપીએ ત્યાં પહોંચીને તેમના સંબંધ વિશે જણાવી યુવતીની સગાઈ તોડાવી નાખી હતી. ભાઈઓને કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ફરિયાદ 26 જુલાઈએ રાતે 11 વાગે હરેશે યુવતીના પિતાના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. આ ફોન યુવતીએ ઉપાડતા આરોપીએ તેને ધમકી આપી હતી કે, ભાઈઓને કેસમાં ફસાવી દીધા છે અને જો તે બીજી કોઈ જગ્યાએ સગાઈ કરશે તો તે પણ તોડાવી નાખશે. હરેશે યુવતીને ઉપાડી જવાની અને તેના ભાઈઓને ફરીથી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગાળો બોલી હતી. અંતે આ ત્રાસ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી.યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ:તસ્કરો 17.24 લાખના સોના-ચાંદીના દાગીના અને ભંગારની ચોરી કરી ફરાર
    Next Article
    તંત્રની બેદરકારી:અમદાવાદ-વડોદરા હાઈવે પર કરોડોના ખર્ચે બનેલી સ્ટોર્મ ડ્રેનેજ લાઈન બિસ્માર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment