Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ:તસ્કરો 17.24 લાખના સોના-ચાંદીના દાગીના અને ભંગારની ચોરી કરી ફરાર

    1 day ago

    મોરબીના સરદાર રોડ પર આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે. તસ્કરોએ રાત્રિના સમયે દુકાનની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ સોના-ચાંદીના દાગીના અને ચાંદીનો ભંગાર મળી કુલ 17.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા છે. આ અંગે સોની વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે સરદાર રોડ પર ખારા કુવા વાળી શેરીમાં રહેતા દીપકભાઈ જયંતીભાઈ માંડલિયા (ઉંમર 45) એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સોએ તેમની રાધા કૃષ્ણ જ્વેલર્સ દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું હતું. ત્યારબાદ દુકાનમાં ઘૂસીને 24 ગ્રામ સોનાના દાગીના (કિંમત 2.74 લાખ રૂપિયા), 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના (કિંમત 12.50 લાખ રૂપિયા) અને 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર (કિંમત 2 લાખ રૂપિયા) ચોરી લીધો હતો. કુલ મળીને 17.24 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બિહારના 13 જિલ્લામાં પૂર, 27 લાખ લોકો અસરગ્રસ્ત:ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન; મહારાષ્ટ્રના અંબોલીમાં ચેરાપુંજી કરતાં વધુ વરસાદ
    Next Article
    લગ્નની ના પાડતા યુવકે પૂર્વ પ્રેમિકાની સગાઈ તોડાવી નાખી:ભાઈઓને કેસમાં ફસાવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઉપાડી જવાનું કહેતા પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment