Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની બેદરકારી:અમદાવાદ-વડોદરા હાઈવે પર કરોડોના ખર્ચે બનેલી સ્ટોર્મ ડ્રેનેજ લાઈન બિસ્માર

    1 day ago

    અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આધુનિક સુવિધાઓ તંત્રની ઘોર બેદરકારીને કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.ત્યારે હાઈવે ઓથોરિટીએ 2 વર્ષ અગાઉ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો-કરોડોના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ લાઈન તૈયાર કરવામાં આવી હતી. જોકે,યોગ્ય જાળવણી અને સફાઈના અભાવે આ કરોડોનો પ્રોજેક્ટ સંપૂર્ણ બંધ હાલતમાં ફેરવાઈ ગયો છે.સામરખા ચોકડી પાસે ખુલ્લા ઢાંકણથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહેલ હોય સત્તાધિશો સામે આક્રોશ વ્યકત કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ અને વડોદરા વચ્ચેના આર્થિક કોરિડોર અને તેની આસપાસ ઝડપથી વિકસી રહેલા રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોને ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાંથી ઉગારવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન તૈયાર કરવામા આવી છે. ત્યારે આગામી સમયમાં માર્ગ પર ભારે વરસાદી પાણી ભરાઈ જવાનો ભય સ્થાનિકો અને વાહનચાલકોને સતાવી રહ્યો છે.કારણ કે સામરખા ચોકડી ,ચિખોદરા ચોકડી, વાસદ, મોગર સહિત જુદી જુદી જગ્યાએ ડ્રેનેજ લાઈનના નામોનિશાન રહ્યા નથી.જે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યું છે. કારણ કે સામરખા ચોકડી પાસે ડ્રેનેજ લાઈન પર ગટરનું ઢાંકણું ગાયબ હોવાથી મોટો ખાડો પડી ગયો છે.જેથી હાઈવે પરથી પસાર થતા વાહનો માટે ખુલ્લો ખાડો મોતનો કૂવો સાબિત થઈ શકે તેમ છે.અકસ્માતની મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક રહીશોએ જાતે જાગૃતિ દાખવીને તે ખાડામાં લાકડીઓ અને ઝાડી-ઝાંખરા મૂકવાની ફરજ પડી છે. બીજી તરફ હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે ડ્રેનેજ લાઈનની નિયમિત સફાઈ, જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ હાઈવેની વાસ્તવિક સ્થિતિ જોતા તંત્રના આ તમામ દાવાઓ તદ્દન પોકળ અને કાગળ પર જ સીમિત હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
    Click here to Read More
    Previous Article
    લગ્નની ના પાડતા યુવકે પૂર્વ પ્રેમિકાની સગાઈ તોડાવી નાખી:ભાઈઓને કેસમાં ફસાવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઉપાડી જવાનું કહેતા પોલીસ ફરિયાદ
    Next Article
    3rd Test: Amid Massive Criticism, Pakistan Eye Consolation Win Over England

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment