Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ઉમેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી અને ફૂલોની આંગી:શ્રાવણના ચોથા સોમવારે ઉમાનાથ મિત્ર મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું

    6 hours ago

    પાટણના અંબાજી નેરિયું વિસ્તારમાં આવેલા તુરુપતિ નગર ભાગ-1 ખાતે શ્રી ઉમેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે એક ખાસ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ઉમાનાથ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ પ્રસંગે ભગવાન મહાદેવજીને ફૂલોની સુંદર આંગીથી શણગારવામાં આવ્યા હતા. આ સાથે 108 દીવાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન, ઉમાનાથ મિત્ર મંડળ દ્વારા શ્રી ઉમેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિવ ભક્તિના માહોલ વચ્ચે, ચોથા સોમવારે ભગવાન ઉમેશ્વર મહાદેવને ફૂલોની આંગીથી શણગારવામાં આવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે યોજાયેલી 108 દીવાની મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. ફૂલોની આંગી સેવાના યજમાન તરીકે દીપ અશોક પટેલ પરિવારે સેવા આપી હતી. મહાઆરતી અને પ્રસાદના દાતા તરીકે અશોક (સમ્રાટ) ધનજી પટેલ પરિવારે લાભ લીધો હતો. શિવભક્તોની હાજરીથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    મહુવાના ખીમનાથ મહાદેવ મંદિરમાં શિવ પરિવારનો ભવ્ય શૃંગાર દર્શન:ચોથા સોમવારે ઉજ્જૈન મહાકાલની તર્જ પર કરાયા દર્શન
    Next Article
    સુરતમાં ડી-માર્ટની બેદરકારીનો સિલસિલો યથાવત:ગોડાદરા બાદ કતારગામમાં પણ ખુલ્લા લોટમાંથી જીવાત મળી, ખાદ્યપદાર્થો પર તારીખનો અભાવ; પાલિકાએ ફટકાર્યો ₹25,000નો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment