Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુવાના ખીમનાથ મહાદેવ મંદિરમાં શિવ પરિવારનો ભવ્ય શૃંગાર દર્શન:ચોથા સોમવારે ઉજ્જૈન મહાકાલની તર્જ પર કરાયા દર્શન

    6 hours ago

    પવિત્ર શ્રાવણ મહિનાના ચોથા સોમવારે મહુવા આવેલા શ્રી ખીમનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશજીના દિવ્ય શિવ પરિવારનો ભવ્ય ફૂલોનો શૃંગાર દર્શન કરાયો હતો. આ શૃંગાર ઉજ્જૈનના મહાકાલ મંદિરની જેમ કરવામાં આવ્યો હતો. રંગબેરંગી કુદરતી ફૂલો અને આકર્ષક સજાવટથી આખું મંદિર ભક્તિમય વાતાવરણમાં છવાઈ ગયું હતું. ભગવાન ભોળાનાથ સાથે માતા પાર્વતી અને શ્રી ગણેશજીના આકર્ષક સ્વરૂપને હજારો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જાંબલી, ગુલાબી, પીળા અને સફેદ ફૂલોના અદભૂત શણગારે ભક્તોને ઉજ્જૈનના મહાકાલ મંદિરના દિવ્ય દર્શનનો અનુભવ કરાવ્યો હતો. ભગવાન શિવ પરિવારના આ મનોહર દર્શને ભક્તોના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાનો ખાસ ભાવ જગાડ્યો હતો. શ્રાવણ મહિના દરમિયાન ખીમનાથ મહાદેવ મંદિરમાં અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમો અને ખાસ શૃંગારનું આયોજન થાય છે. આ વર્ષે ઉજ્જૈન મહાકાલની પરંપરાથી પ્રેરણા લઈને કરાયેલા શિવ પરિવારના આ ભવ્ય શૃંગારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને આકર્ષ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના છેલ્લા સોમવારે ફૂલનાથ મહાદેવનો અલૌકિક શણગાર:લીંબડીના છોટા કાશીમાં ભક્તોની ભારે ભીડ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ જોડાયા
    Next Article
    પાટણના ઉમેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી અને ફૂલોની આંગી:શ્રાવણના ચોથા સોમવારે ઉમાનાથ મિત્ર મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment