Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ બનતા શિક્ષણ વિભાગ એકશનમાં:જૂનાગઢની વણઝારી પ્રાથમિક શાળામાં મંજૂરી વગર ઉર્ષની રસોઈ બનાવતા ડીઇઓ દોડી આવ્યા, પરિસર ખાલી કરાવી આચાર્ય સામે કાર્યવાહીના આદેશ

    6 hours ago

    જૂનાગઢ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં આવેલી ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગ દરમિયાન વણઝારી પ્રાથમિક શાળાના સરકારી પરિસરમાં ઉર્ષ નિમિત્તે રસોઈ બનાવીને પ્રસાદીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી શાળાના આ પ્રકારે થઈ રહેલા ગેરકાયદેસર ઉપયોગને જોઈને આસપાસના વિસ્તારના જાગૃત લોકોએ તાત્કાલિક સમગ્ર મામલે શિક્ષણ તંત્રને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પીઆઈ ચૌધરી પોતાના સ્ટાફ સાથે શાળા ખાતે દોડી આવ્યા હતા અને શાળા પરિસરમાં ચાલી રહેલા કાર્યક્રમને તાત્કાલિક ધોરણે બંધ કરાવી આખું પરિસર ખાલી કરાવ્યું હતું. ​બનાવ અંગે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વણઝારી ચોકમાં ઉર્ષના પ્રસંગે વણઝારી પ્રાથમિક શાળામાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળતા જ તેમણે રૂબરૂ મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પ્રકારનું કોઈ પણ આયોજન કરવા માટે શિક્ષણ વિભાગ પાસે કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકારી શાળાઓમાં માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ થઈ શકે છે અને તે સિવાયની અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરવાની સખત મનાઈ હોય છે. શાળાના આચાર્યની મંજૂરી વગર શાળા પરિસરમાં કોઈ કાર્યક્રમ શક્ય ન હોવાથી, આ બિનઅધિકૃત આયોજન બદલ શાળાના આચાર્ય સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત શાળાનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર તમામ જવાબદારો સામે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ​બીજી તરફ, આ મામલે મુસ્લિમ સમાજના અગ્રણી અશરફભાઈ થઈમે જણાવ્યું હતું કે, ગેબનશા પીરની દરગાહ હિન્દુ-મુસ્લિમ આસ્થા અને કોમી એકતાનું પ્રતીક છે, જ્યાં દર વર્ષે ત્રણ દિવસના ઉર્ષનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. અહીં છેલ્લા ૨૫ વર્ષથી સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને પ્રેમ અને ભાઈચારાની ભાવનાથી ન્યાઝ તથા પ્રસાદીનું આયોજન કરતા આવ્યા છે. આજે પણ દરગાહ ખાતે ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સરકારી શાળામાં કોઈપણ પ્રકારના આયોજન પર મનાઈ હોવાનું જણાવવામાં આવતા, તમામ લોકોએ તંત્રને સહયોગ આપીને તાત્કાલિક ધોરણે ત્યાંથી રસોઈ અને અન્ય તમામ ચીજવસ્તુઓ હટાવી લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સર્વેશ્વર મહાદેવની ભવ્ય આરતી:વડાપ્રધાનના આગમન પૂર્વે વિશાળ પદયાત્રા યોજાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ જોડાયા
    Next Article
    અમરેલીના બે TDOએ સરકારી સેવાને કહ્યું અલવિદા:સરકારે જયેશ જાની અને અજય ડોડીયાની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment