Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સર્વેશ્વર મહાદેવની ભવ્ય આરતી:વડાપ્રધાનના આગમન પૂર્વે વિશાળ પદયાત્રા યોજાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ જોડાયા

    6 hours ago

    વડોદરા શહેરમાં પ્રધાનમંત્રીના આગામી પ્રસ્તાવિત કાર્યક્રમ અને દૌરાને પગલે સમગ્ર તંત્ર અને સ્થાનિક રાજકીય નેતાગીરી એક્શન મોડમાં આવી ગઈ છે. કાર્યક્રમના પૂર્વાર્ધરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં એક સપ્તાહ સુધી વ્યાપક અને ઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશના સફળ સમાપન બાદ આજે સમગ્ર શહેરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી એક વિશાળ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરસાગર સુધી 2 કિમીની યાત્રા આ પદયાત્રાનો મુખ્ય હેતુ વડોદરાના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને શહેરને સુંદર બનાવવાની ઝુંબેશમાં લોકભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. પદયાત્રા દરમિયાન સ્થાનિક રહીશો અને વેપારીઓને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે પહોંચી હતી. અંદાજે 2 કિમીની પદયાત્રામાં યુવાધન તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો પણ જોડાયા હતા. સફાઈ કર્મીઓ દ્વારા સુરસાગર ખાતે મહાઆરતી સુરસાગર તળાવ ખાતે આવી પહોંચ્યા બાદ વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. અહીં સ્થાપિત શિવજીની મધ્યસ્થ પ્રતિમા સમક્ષ ભવ્ય અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં જોડાયેલા તમામ નેતાઓ, અધિકારીઓ અને નગરજનોએ શિવજીની આરતીમાં ભાગ લઈ વડોદરા શહેરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સુરસાગર ખાતે યોજાયેલી આ આરતી પદયાત્રાનું મુખ્ય આકર્ષણ બની રહી હતી. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે સ્વચ્છતાથી સ્વાગત અને સેવાથી સ્વાગત જેવા કાર્યક્રમો યોજાયા હતા. ઓનલાઇન બુકિંગ એક જ કલાકમાં ફુલ થઈ ગયું જે લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવે છે. આ વિશાળ પદયાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, દંડક બાલકૃષ્ણ શુક્લ, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. હેમાંગ જોષી, ભાજપ શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની તેમજ વડોદરાના મેયર ગીતા મકવાણા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને શહેરના પાયાના સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા. નેતાઓ અને પદાધિકારીઓએ સફાઈ કર્મચારીઓની ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા કરી હતી અને પ્રધાનમંત્રીના આગમન પૂર્વે વડોદરાને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર કોલેજમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે સરકારે આર્થિક સહાયના ચેક આપ્યા:નવમાંથી સાત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને સરકારી સહાય મળી, આચાર્યએ શુભેચ્છાઓ આપી
    Next Article
    સરકારી શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ બનતા શિક્ષણ વિભાગ એકશનમાં:જૂનાગઢની વણઝારી પ્રાથમિક શાળામાં મંજૂરી વગર ઉર્ષની રસોઈ બનાવતા ડીઇઓ દોડી આવ્યા, પરિસર ખાલી કરાવી આચાર્ય સામે કાર્યવાહીના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment