Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર કોલેજમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે સરકારે આર્થિક સહાયના ચેક આપ્યા:નવમાંથી સાત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને સરકારી સહાય મળી, આચાર્યએ શુભેચ્છાઓ આપી

    7 hours ago

    ગાંધીનગરની સરકારી વિનયન કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ હેઠળ એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ 13 ઓગસ્ટ 2026ના રોજ આચાર્ય ડો. અમિતકુમાર સુતરિયાના માર્ગદર્શન હેઠળ SSIP કો-ઓર્ડિનેટર ડો. જોલી દેસાઈ દ્વારા યોજવામાં આવી હતી. આ બેઠકમાં એક્સટર્નલ એક્સપર્ટ અને કોલેજ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. કુલ નવ પ્રોજેક્ટમાંથી સાત પ્રોજેક્ટને સ્ટાર્ટઅપ માટે સમિતિના સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. મંજૂર થયેલા આ પ્રોજેક્ટ્સ માટે સરકાર તરફથી મળતી આર્થિક સહાયના ભાગરૂપે ચેક આપવામાં આવ્યા. આચાર્ય ડો. અમિતકુમાર સુતરિયાએ જેમના પ્રોજેક્ટ પસંદ થયા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    મીઠાપરા હિતેશ ઓલ ઇન્ડિયા ક્રોસ કન્ટ્રીમાં ટોપ 5 માં સિલેક્ટ:ગાંધીનગર સરકારી કોલેજનો વિદ્યાર્થી, અંબાજીમાં આયોજિત સ્પર્ધામાં મેળવી સિદ્ધિ
    Next Article
    વડોદરામાં સર્વેશ્વર મહાદેવની ભવ્ય આરતી:વડાપ્રધાનના આગમન પૂર્વે વિશાળ પદયાત્રા યોજાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment