Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી મૌન હડતાળ પાડી:અધૂરા વિકાસ કામો અને સમસ્યાઓને લઈ રોષ, પ્લેકાર્ડ સાથે રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

    9 hours ago

    હિંમતનગર શહેરના ગાંધી રોડ અને નવા બજાર વિસ્તારના વેપારીઓએ સોમવારે મૌન હડતાળ પાડી હતી. છેલ્લા ત્રણ વર્ષથી અધૂરા પડેલા વિકાસ કામો અને અન્ય સમસ્યાઓને કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી મોં પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં વેપારીઓ પ્લેકાર્ડ સાથે રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને આવેદનપત્ર આપી સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવાની માંગ કરી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ, વર્ષ 2023ના અંતમાં આશરે એક કરોડથી વધુના ખર્ચે મોડેલ રોડનું કામ શરૂ કરાયું હતું. આ કામ હજુ સંપૂર્ણ રીતે પૂરું થયું નથી. રોડનું લગભગ 90 ટકા કામ પૂરું થયું હોવા છતાં ઘણી સમસ્યાઓ યથાવત્ છે. આ સમસ્યાઓમાં રસ્તા વચ્ચે રહેલા વીજ થાંભલા, રોડની ઊંચાઈ, વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ગટર અને અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી ફેલાતી ગંદકી, તેમજ પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વેપારીઓનું કહેવું છે કે, વરસાદ દરમિયાન રોડ પર પાણી ભરાઈ જાય છે. જેથી ગ્રાહકો અને વેપારીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી બજારમાં ટ્રાફિકની સમસ્યા પણ થાય છે. વેપારીઓએ સવાલ ઉઠાવ્યો કે, કરોડો રૂપિયાના વિકાસ કામો પછી પણ જો બજારમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ રહે, તો આ વિકાસ કામોનો લાભ કોને મળશે? ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, નવા બજારમાં આશરે એક કરોડના ખર્ચે રોડ બનાવવાનું કામ 2023ના અંતિમ દિવસોમાં શરૂ થયું હતું. તેનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. બાકીના 10 ટકા કામમાં વીજ થાંભલા હટાવવા અને અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ સામેલ છે. પાલિકાએ રોડ પર અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરીને પોલ લગાવ્યા છે. જોકે, UGVCLની કામગીરી બાકી હોવાથી થાંભલા હટાવવાનું કામ અટક્યું છે. આ કામગીરી આગામી દિવસોમાં પૂરી કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    લોકમેળામાં ફૂડ વિભાગની સર્જીકલ સ્ટ્રાઈક:રાજકોટમાં 5 દિવસમાં વાસી બટેટા, ઘૂઘરા, બ્રેડ પકોડા સહિત 417 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ, રૂ. 15,750 વહીવટી ચાર્જ વસુલાયો
    Next Article
    PGVCL કચેરીમાં એક જ બિલ વિન્ડો ચાલુ, ગ્રાહકોને મુશ્કેલી:દરરોજ 350-400 ગ્રાહકો ગરમીમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર, પાણી-પંખા પણ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment