Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL કચેરીમાં એક જ બિલ વિન્ડો ચાલુ, ગ્રાહકોને મુશ્કેલી:દરરોજ 350-400 ગ્રાહકો ગરમીમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર, પાણી-પંખા પણ નથી

    9 hours ago

    વેરાવળ શહેરમાં PGVCL કચેરીના બિલ કલેક્શન સેન્ટર પર ગ્રાહકોને વીજ બિલ ભરવામાં ઘણી મુશ્કેલી પડે છે. અહીં બિલ સ્વીકારવા માટે ત્રણ વિન્ડો છે, પરંતુ અત્યારે માત્ર એક જ વિન્ડો ચાલુ રહે છે. આ કારણે દરરોજ સેંકડો ગ્રાહકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. PGVCLની આ કામગીરીથી ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, કલેક્શન સેન્ટર પર રોજ લગભગ 350થી 400 ગ્રાહકો બિલ ભરવા આવે છે. ત્રણમાંથી બે વિન્ડો બંધ હોવાથી કામનો બધો ભાર એક જ વિન્ડો પર આવે છે. આના કારણે ગ્રાહકોને બિલ ભરવા માટે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓને લાંબી કતારમાં ઊભા રહેવામાં ઘણી પરેશાની થાય છે. ગરમીમાં લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાથી ગ્રાહકો પરેશાન થાય છે. ક્યારેક તો લાઈનમાં ઊભેલા ગ્રાહકો વચ્ચે ગરમી અને અકળામણના કારણે બોલાચાલી અને ઝઘડા પણ થાય છે તેવી ફરિયાદો મળી છે. બીજી બાજુ, કલેક્શન સેન્ટરમાં પંખા લગાવેલા છે, પણ તે બંધ રહે છે. ગ્રાહકો કહે છે કે પંખા માત્ર દેખાવા પૂરતા છે. ઉનાળાની ગરમીમાં બિલ ભરવા આવતા લોકો માટે બેસવા કે આરામ કરવાની કોઈ યોગ્ય વ્યવસ્થા પણ નથી. આ સિવાય, કલેક્શન સેન્ટરમાં પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી. ગરમીમાં લાંબી કતારમાં ઊભેલા ગ્રાહકોને પાણી માટે પણ મુશ્કેલી પડે છે. ગ્રાહકોનું કહેવું છે કે PGVCL સમયસર વીજ બિલ ભરવા માટે ઘણી સુવિધાઓ આપે છે. તો પછી કચેરીમાં રૂબરૂ બિલ ભરવા આવતા ગ્રાહકો માટે પણ યોગ્ય સુવિધા હોવી જોઈએ. ગ્રાહકોએ માંગ કરી છે કે PGVCL તંત્રએ આ મામલે ધ્યાન આપીને બંધ પડેલી બંને કલેક્શન વિન્ડો તાત્કાલિક ચાલુ કરવી જોઈએ. પંખા ચાલુ કરવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને સિનિયર સિટીઝન સહિત બધા ગ્રાહકો માટે યોગ્ય સુવિધા ઊભી કરવી જોઈએ. હવે PGVCL તંત્ર આ સમસ્યા ઉકેલવા ક્યારે પગલાં ભરે છે તેના પર ગ્રાહકોની નજર છે. આ મુદ્દે વેરાવળ PGVCL ના ડે. ઈજનેર ડી.ડી.ડોડીયાના જણાવ્યા મુજબ વેરાવળ કલેક્શન સેન્ટર ખાતે પ્રતિદિન સરેરાશ 350 થી 400 ગ્રાહકોના બિલ કલેક્શન થાય છે. પહેલા ત્રણ વિન્ડો કાર્યરત હતી પરંતુ બાદમાં વડી કચેરીની સૂચના મુજબ 3 કલેક્શન વિન્ડોમાંથી 1 જ કાર્યરત રાખવા માં આવી છે. આ ઉપરાંત કલેક્શન સેન્ટરમાં લાઈટ, પંખા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું જણાવ્યું હતું
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી મૌન હડતાળ પાડી:અધૂરા વિકાસ કામો અને સમસ્યાઓને લઈ રોષ, પ્લેકાર્ડ સાથે રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું
    Next Article
    પાલનપુરમાં પ્રોફેસરના પગમાં કોબ્રા વીંટળાયો:ધારાસભ્ય અનિકેત ઠાકરે હોસ્પિટલ પહોંચાડ્યા, સારવાર બાદ રજા અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment