Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં પ્રોફેસરના પગમાં કોબ્રા વીંટળાયો:ધારાસભ્ય અનિકેત ઠાકરે હોસ્પિટલ પહોંચાડ્યા, સારવાર બાદ રજા અપાઈ

    9 hours ago

    પાલનપુરની વ્રજભૂમિ સોસાયટીમાં પ્રોફેસર વીરસિંહ રાઠોડના ઘરે અચાનક કોબ્રા સાપ ઘૂસી આવ્યો હતો. સાપ તેમના પગમાં વીંટળાઈ જતાં તેઓ ગભરાઈ ગયા હતા. જોકે, સાપને દૂર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પ્રોફેસરે પડોશમાં રહેતા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને જાણ કરી હતી. ધારાસભ્યએ તાત્કાલિક વન વિભાગની ટીમને બોલાવી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સાવચેતીપૂર્વક સાપનું રેસ્ક્યુ કર્યું હતું. દરમિયાન, સાપે પ્રોફેસરને ડંખ માર્યો હોવાની શંકા ઊભી થઈ હતી. આથી અનિકેતભાઈ ઠાકરે સમય બગાડ્યા વિના પ્રોફેસર વીરસિંહ રાઠોડને પોતાની ગાડીમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલમાં તબીબોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી હતી. તપાસ દરમિયાન ડંખના કોઈ નિશાન કે શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા ન હતા. સારવાર બાદ પ્રોફેસરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલો સાપ ઝેરી કોબ્રા હોવાનું જાણવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    PGVCL કચેરીમાં એક જ બિલ વિન્ડો ચાલુ, ગ્રાહકોને મુશ્કેલી:દરરોજ 350-400 ગ્રાહકો ગરમીમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર, પાણી-પંખા પણ નથી
    Next Article
    Germany's Far-Right AfD Scores Landslide Win In Key State Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment