Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકમેળામાં ફૂડ વિભાગની સર્જીકલ સ્ટ્રાઈક:રાજકોટમાં 5 દિવસમાં વાસી બટેટા, ઘૂઘરા, બ્રેડ પકોડા સહિત 417 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ, રૂ. 15,750 વહીવટી ચાર્જ વસુલાયો

    9 hours ago

    રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જન્માષ્ટમીના લોકમેળા દરમિયાન સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભેળસેલિયા વેપારીઓ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી માત્ર 5 દિવસમાં અંદાજે 417 કિલો અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મનપાની ટીમે લોકમેળાના સ્ટોલ અને ફેરિયાઓ પાસેથી વાસી બટેટા, ઘૂઘરા, વાસી ચટણી, દાઝીયું તેલ અને પાણીપુરીના પાણી સહિતનો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. 15,750નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા જન્માષ્ટમી તહેવારો દરમિયાન યોજાયેલા 'વિરાસતથી વિકાસ' લોકમેળામાં ખાદ્યચીજોનું વેચાણ કરતા વેપારીઓ અને ફેરિયાઓનું કડક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની જુદી- જુદી ટીમો બનાવી તા. 2થી તા. 6 સપ્ટેમ્બર સુધી મેળા ગ્રાઉન્ડમાં સતત તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર જ 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' વાનના સ્ટાફ દ્વારા જનજાગૃતિ ફેલાવવાની સાથે સાથે સઘન ચકાસણી કરવામાં આવી હતી. ઝુંબેશ હેઠળ કુલ 54 ધંધાર્થીઓને ટેમ્પરરી લાઈસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ વેપારીઓને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવાની સાથે તાજા શાકભાજીનો જ ઉપયોગ કરવા તેમજ પેકિંગ વાળી ખાદ્યચીજોની એક્સપાયરી અને ઉત્પાદન તારીખ ચકાસીને વેચાણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે મેળાના સ્ટોલધારકો અને ફેરિયાઓ દ્વારા વેચાતી પેક્ડ, લૂઝ તેમજ તૈયાર ખાદ્યચીજોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ચકાસણી દરમિયાન બિનઆરોગ્યપ્રદ રીતે સંગ્રહ કરાયેલો અને અખાદ્ય સ્થિતિમાં જોવા મળેલો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વાસી બાફેલા બટેટા, દાઝીયું તેલ, કાપેલા ફળ-શાકભાજી, સડેલા બટેટા, ફરાળી વાનગીઓમાં ગેરકાયદે વપરાતો મકાઈનો સ્ટાર્ચ, ટ્વીસ્ટરનું બેટર, પડતર મરચું પાવડર, વાસી ઘૂઘરાની ચટણી, વાસી ઘૂઘરા, બ્રેડ પકોડા, પાણીપુરીનું પાણી અને વાસી પાન મસાલો સામેલ હતા. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લોકમેળાના સ્થળ પર જ અંદાજે કુલ 417 કિલોગ્રામ જેટલા વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનારા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખાદ્યચીજોનું વેચાણ કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. 15,750 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાની આ સઘન કામગીરીથી મેળામાં આવતા મુલાકાતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો IPO આજથી ખુલ્યો:આ અઠવાડિયે 11 કંપનીનાં IPO આવશે, ₹7055 કરોડ એકત્ર કરવાની તૈયારી; જુઓ સંપૂર્ણ યાદી
    Next Article
    હિંમતનગરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી મૌન હડતાળ પાડી:અધૂરા વિકાસ કામો અને સમસ્યાઓને લઈ રોષ, પ્લેકાર્ડ સાથે રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment