Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની ખત્રીપોળમાં રહેતા શખ્સે ગણેશ મંડપને આગ લગાવી:મંડપ પાસે માચીસ સાથે સળગાવતો એક શખ્સ દેખાયો, ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ, પિતા-પુત્રી સામે ફરિયાદ

    11 hours ago

    વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની ખત્રીપોળમાં એક શખ્સે ગણપતિના મંડપમાં આગ લગાવી હતી. ખત્રીપોળ સાંસ્કૃતિક સેવા મંડળના પ્રમુખે પાડોશમાં રહેતા વ્યક્તિ સામે મંડપને જાણીજોઈને આગ લગાડવાનો ગંભીર આક્ષેપ કરીને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરાની ખત્રી પોળ સાંસ્કૃતિક સેવા મંડળના પ્રમુખ પુષ્પક પંચાલની ફરિયાદ પ્રમાણે, તા. 5 સપ્ટેમ્બરે ગણપતિને બેસાડીને મંડપ અને ડેકોરેશન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સાંજના સમયે મંડપમાં આગ લાગ્યાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં પોલીસને જાણ કરી હતી. ખત્રી પોળમાં રહેતા મિત મોહિતે પોતાની આંખે નજરે જોયું હતું કે, ગણપતિના મંડપ નજીક ભરત હસમુખભાઈ ચૌહાણ ઉભા હતા. તેમના મોઢામાં સળગતી બીડી અને હાથમાં માચીસ હતી. તેઓ મંડપની અંદર દિવાસળીથી સળગાવતા હતા, તેઓએ બૂમાબૂમ કરતાં લોકો એકત્ર થયા હતા અને આગ બુઝાવી આવી હતી. આગ લગાવવાના કારણે પ્રિન્ટ કરાવેલા પડદા સહિતનો સામાન મળી જતા નુકસાન પહોંચ્યું હતું. મંડપના એક ખૂણામાં માચીસની સળીઓ મળી આવી હતી. આ ઉપરાંત આગ અંગે ભરત ચૌહાણ અને તેમની પુત્રી રીન્કુને પૂછપરછ કરતાં ગાળાગાળી કરી હતી. આ મામલે ભરત ચૌહાણ અને તેમની પુત્રી રિંકુ સામે ગુનો નોંધીને કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી:શિવભક્તોએ સંગીતમય ધૂન સાથે નીલકંઠ મહાદેવમાં જળાભિષેક કર્યો
    Next Article
    પાટણના મીઠી વાવડી ગામે થાંભલા પરથી પટકાતાં અજાણ્યા વ્યક્તિનું મોત:ઓળખ ન થતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો, પોલીસ પરિવારની શોધમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment