Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના મીઠી વાવડી ગામે થાંભલા પરથી પટકાતાં અજાણ્યા વ્યક્તિનું મોત:ઓળખ ન થતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો, પોલીસ પરિવારની શોધમાં

    11 hours ago

    પાટણ તાલુકાના મીઠી વાવડી ગામે એક અજાણ્યા વ્યક્તિનું થાંભલા પરથી નીચે પટકાતાં મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં જ પાટણ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ધારપુર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. થાંભલા પરથી નીચે પટકાતાં મોત મીઠી વાવડી ગામે ખીમીયાણા રોડ પર લાડચી માતાજીના મંદિર સામે બનેલા થાંભલા પરથી આ અજાણ્યો વ્યક્તિ નીચે પટકાયો હતો. રામાજી બાબુજી ઠાકોર નામના વ્યક્તિએ આ ઘટના જોઈને પાટણ તાલુકા પોલીસને જાણ કરી હતી. ઓળખ ન થઈ શકતા મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો મૃતકની ઓળખ ન થતાં મૃતદેહને હાલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના પરિવાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારને શોધવા માટે પોલીસના પ્રયાસ પાટણ તાલુકાના પીઆઈ તમન્ના દેસાઈએ જણાવ્યું કે, મૃતક વ્યક્તિએ શર્ટ પહેર્યું ન હતું. રામાજી બાબુજી ઠાકોરની જાણ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પોલીસે મીઠી વાવડી ગામમાં પણ તપાસ કરી હતી, પરંતુ મૃતક ગામનો હોવાનું સામે આવ્યું નથી. પોલીસ હજુ પણ મૃતકના પરિવારને શોધવા માટે પ્રયાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની ખત્રીપોળમાં રહેતા શખ્સે ગણેશ મંડપને આગ લગાવી:મંડપ પાસે માચીસ સાથે સળગાવતો એક શખ્સ દેખાયો, ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ, પિતા-પુત્રી સામે ફરિયાદ
    Next Article
    TVK Member With Criminal Record Stabbed To Death In Chennai, 5 Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment