Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં વિવિધ યુવક મંડળો દ્વારા ગણપતિ આગમન યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા, ડીજેના તાલે ગુંજ્યું ‘ગણપતિ બાપ્પા મોરિયા’

    11 hours ago

    ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની આગમન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં વિધ્નહર્તા ગ્રુપ, ગ્રીન પાર્ક યુવક મંડળ ગ્રુપ, ખાડી ફળિયા યુવક મંડળ ગ્રુપ, શ્રી ક્ષત્રિય યુવક મંડળ ગ્રુપ સહિતના વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આગમન યાત્રા દરમિયાન ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજેના તાલે અને ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ યાત્રામાં જોડાઈ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ આગમન યાત્રાઓ દરમિયાન સમગ્ર શહેર ગણેશમય બન્યું હતું. યુવાનો તેમજ સ્થાનિક ગણેશ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણપતિ બાપ્પાની મૂર્તિને શણગારેલા વાહનો પર સ્થાપિત કરી આગમન કરાવવામાં આવ્યું હતું. ભક્તોએ બાપ્પાના દર્શન કરી આગામી દિવસોમાં યોજાનારા ગણેશોત્સવ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ રીતે ગોધરા શહેરમાં વિવિધ ગણેશ મંડળોની આગમન યાત્રાઓને કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય અને ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન રાઇડ એપના વિરોધમાં 3.70 લાખ રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળ:રાણીપમાં રિક્ષાચાલકે લાકડી સાથે આવી મુસાફરોને અધ્ધવચ્ચે ઉતારી દેતા વિવાદ; પોલીસ કાફલો ખડકાયો
    Next Article
    મોરબીમાં નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ:બજારમાં દારૂ વેચે તે પહેલા જ પોલીસે 5 આરોપીને ઝડપ્યા, 600 લિટર કેમિકલ સહિત રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment