Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ:બજારમાં દારૂ વેચે તે પહેલા જ પોલીસે 5 આરોપીને ઝડપ્યા, 600 લિટર કેમિકલ સહિત રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    ભાવનગરમાં તાજેતરમાં લઠ્ઠાકાંડથી 13 લોકોના મોત થયા હતા. આ ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યા હવે મોરબીના મોટા દહીસરા ગામેથી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. LCBની ટીમે સ્થાનિક પોલીસ સાથે મળી અહિં દરોડો પાડ્યો હતો. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મકાનમાં કેમિકલમાંથી નકલી દારૂ બનાવતા હતા LCBની ટીમને માહિતી મળી હતી કે, મોટા દહીસરા ગામ પાસે કૃષ્ણનગરમાં રહેતા મહેશ ઉર્ફે મુન્ના અને અજયસિંહ જાડેજા પોતાના મકાનમાં કેમિકલમાંથી નકલી વિદેશી દારૂ બનાવે છે. તેઓ આ દારૂને કાચની બોટલોમાં પેક કરીને વેચવાની તૈયારી કરી રહ્યા હતા. જેના આધારે પોલીસે મોટા દહીસરા ગામે મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં 2 ડ્રમમાંથી 400 લિટર આલ્કોહોલ જેવું કેમિકલ અને 1 ડ્રમમાંથી કેમિકલ, પાણી, કલર, એસેન્સ અને પ્રિઝર્વેટિવ મિશ્રિત 200 લિટર પ્રવાહી મળ્યું હતું. ખાલી બોટલો, સ્ટીકર સહિત અન્ય સાધનો મળી આવ્યાં આ ઉપરાંત, પ્રવાહી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિકની નળીઓ અને આલ્કોહોલની ક્ષમતા માપવાનું મીટર સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. બોટલિંગ અને પેકેજિંગ માટે 1400 જેટલી ખાલી બોટલો, બોટલના બુચ, બાર કોડ અને ક્યુઆર કોડના સ્ટીકર, પાણીના 20 લિટરના જગ, બ્લેન્ડર સ્પાઈડ વ્હિસ્કીના સ્ટીકર અને પૂંઠા તેમજ બોટલિંગ અને પેકેજિંગના અન્ય સાધનો પણ મળ્યા હતા. કેમિકલ, પેકેજિંગનો સામાન ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ તેજ પોલીસે નકલી વિદેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કુલ 600 લિટર કેમિકલ, દારૂની મોટી બોટલોની 23 પેટી, રૂ. 6.50 લાખ રોકડા અને એક કાર સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ બજારમાં નકલી વિદેશી દારૂ વેચે તે પહેલા જ તેમને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ લોકો કેમિકલ તેમજ બોટલિંગ અને પેકેજિંગ માટેનો સામાન ક્યાંથી લાવ્યા હતા. પોલીસે નકલી દારૂ બનાવતી આ મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ મોરબીમાંના રફાળેશ્વર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. ત્યારબાદ માળીયા મિયાણાનાં દેવગઢ ગામે ઘરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. તેમજ મોરબીમાં સસ્તી દારૂની બોટલોમાંથી મોંઘી દારૂની બોટલો બનાવવાનું કૌભાંડ પણ અગાઉ પકડાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં વિવિધ યુવક મંડળો દ્વારા ગણપતિ આગમન યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા, ડીજેના તાલે ગુંજ્યું ‘ગણપતિ બાપ્પા મોરિયા’
    Next Article
    વડોદરાના ગણપતપુરા ગામ પાસેથી 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ:સીમમાં આવી ચડતા લોકોમાં દોડધામ, વન વિભાગ અને GSPCAની ટીમે રેસ્ક્યુ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment