Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના ગણપતપુરા ગામ પાસેથી 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ:સીમમાં આવી ચડતા લોકોમાં દોડધામ, વન વિભાગ અને GSPCAની ટીમે રેસ્ક્યુ કર્યો

    13 hours ago

    વડોદરા જિલ્લાના ગણપતપુરા ગામમાં 10 ફૂટનો મગર દેખાતા સ્થાનિક વિષ્ણુભાઈ વાળંદ દ્વારા વન વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. 10 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ, વન વિભાગના કબજા વન વિભાગના જિગ્નેશ પરમાર અને દોરેલાલ ફોજદાર તેમજ NGO GSPCAના વોલન્ટિયર્સ કરણ પરમાર અને મેહુલ પટેલ સહિતની ટીમે સંયુક્ત પ્રયાસો હાથ ધરી આશરે 10 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ બાદ મગરને સુરક્ષિત રીતે વન વિભાગના કબજામાં લાવવામાં આવ્યો હતો. મગરને કારણે સ્થાનિકોમાં સર્જાયેલી ભીતિ વચ્ચે ટીમની સમયસરની કામગીરીથી લોકોએ રાહત અનુભવી હતી. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ:બજારમાં દારૂ વેચે તે પહેલા જ પોલીસે 5 આરોપીને ઝડપ્યા, 600 લિટર કેમિકલ સહિત રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક:ફલાઇટમાં આર્મી જવાનને રીસીવ કરવા પહોંચેલા 2 ભાઈઓ ટર્મિનલમાં ઘૂસી ગયા, CISFએ એરપોર્ટ પોલીસને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment