Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન રાઇડ એપના વિરોધમાં 3.70 લાખ રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળ:રાણીપમાં રિક્ષાચાલકે લાકડી સાથે આવી મુસાફરોને અધ્ધવચ્ચે ઉતારી દેતા વિવાદ; પોલીસ કાફલો ખડકાયો

    15 hours ago

    ઓલા, ઉબેર, રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના 3.70 રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. વારંવાર રજૂઆત છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. મધ્યરાત્રિથી શરૂ થયેલી હડતાળમાં યુનિયને 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતાં હડતાળને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે. હડતાળને સફળ બનાવવા યુનિયનના સભ્યો ઇસ્કોન, પકવાન, એરપોર્ટ અને કાલુપુર જેવા વિસ્તારોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. રસ્તા પર દોડતી રિક્ષાઓ અને ટેક્સીઓને અટકાવીને મુસાફરોને અધવચ્ચે જ ઉતારી દેતા ભારે માલ-સામાન સાથે ચાલવાની ફરજ પડી હતી. બીજી તરફ, રાણીપ બસ સ્ટેશન પાસે રિક્ષાચાલકો લાકડી લઈને મુસાફરોને વચ્ચે જ ઉતારી દેતા વિવાદ થયો હતો. હડતાલના બદલે રિક્ષાચાલકો ગુંડાગીરી પર આવી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હડતાળને મિશ્ર પ્રતિસાદ, તસવીરો મુસાફર મણિબેને જણાવ્યું કે, અમને રિક્ષામાંથી અધવચ્ચે ઉતારી દેતા હવે ચાલીને કામ માટે જવું પડશે. ચાર દિવસ સુધી હડતાળ ચાલશે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમે તો નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે મોંઘવારી ઓછી કરો. અમારો 10 હજાર પગાર છે, જેમાંથી રિક્ષાનું ભાડું કાઢીને નાખીએ તો કઈ બચતું નથી. બસમાં તો બેસવા માટે જગ્યા પણ મળતી નથી, જેથી સમયસર પહોંચવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. આટલી આવકમાં ઘર ચલાવવું કે બાળકોને ભણાવવા?:રિક્ષાચાલક રિક્ષાચાલક આશિષ ગામિતીએ જણાવ્યું કે, ઓનલાઇન એપ્લિકેશનમાં જે ગેરકાયદેસર ટુ-વ્હીલર ફરી રહ્યા છે, તેને બંધ ન કરાત અમારે માર સહન કરવો પડી રહ્યો છે. તેમજ સરકાર દ્વારા જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે ઓનલાઇન એપ્લિકેશનમાં આપવામાં આવતું નથી. પૂરતું ભાડું ન મળતું હોવાથી રિક્ષા ચાલકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ગેસના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો નથી. મીટર પ્રમાણે ફેસેન્જર બેસવા તૈયાર નથીઃ ઇન્દ્રવિજયસિંહ અન્ય રિક્ષાચાલક ઇન્દ્રવિજયસિંહ વાઘેલાએ કહ્યું કે, પેસેન્જરનું કહે છે કે ઓનલાઇન એપ્લિકેશનના ભાડા પ્રમાણે આવો, પરંતુ તેમાં અડધા કરતાં પણ ઓછું ભાડું આપવામાં આવે છે. સરકારના નિયમ મુજબ ભાડું વધારી 20થી 25 રૂપિયા કરવામાં આવ્યું છે, ત્યારે ઓનલાઇન એપ્લિકેશનમાં માત્ર 10થી 12 રૂપિયા જ આપવામાં આવે છે. સરકારને જાણ કરવા છતાં સફેદ નંબર પ્લેટ વાળી ટુ-વ્હીલરને બંધ કરવામાં આવતા નથી. અમુક રિક્ષાચાલકોને સવારે હડતાળ શરૂ થશે એવું વિચારીને રિક્ષા ચલાવી રહ્યા છે, જેથી અમે તેમને શાંતિપૂર્વક ઉભા રાખી હડતાળમાં જોડાવા અપીલ કરી રહ્યા છીએ. યુનિયનની મુખ્ય માંગણીઓ અને સરકારને રજૂઆત ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે રિક્ષા-ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને સરકારના નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની મુખ્ય માંગણીઓ છે. આ મામલે ગત 27 ઓગસ્ટે ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ 28 ઓગસ્ટથી રિક્ષાઓ પાછળ વિરોધ દર્શાવતાં પોસ્ટર્સ લગાવી આંદોલન શરૂ કરાયું હતું, પરંતુ તંત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં આખરે ચક્કાજામનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. સ્કૂલ વાહનોને બંધમાંથી મુક્તિ આ બંધને સફળ બનાવવા માટે યુનિયનના કાર્યકરો વિવિધ વિસ્તારોમાં તૈનાત રહી નિયમભંગ કરનારા ચાલકોને શાંતિપૂર્ણ રીતે સમજાવશે. ઈમરજન્સી સિવાય અન્ય તમામ સેવાઓ સ્થગિત રાખવાની અપીલ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી બાળકોને ઘરેથી શાળાએ પહોંચાડવાની નિયમિત સેવાઓ પૂર્વવત્ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી પીજી દુર્ઘટનામાં 22 કલાકથી બચાવ કામગીરી ચાલુ:6 મોત, બેઝમેન્ટમાં તોડફોડને કારણે 5 માળની ઇમારત ધરાશાયી થઈ હતી; માલિક સામે લુકઆઉટ નોટિસ જાહેર
    Next Article
    ગોધરામાં વિવિધ યુવક મંડળો દ્વારા ગણપતિ આગમન યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા, ડીજેના તાલે ગુંજ્યું ‘ગણપતિ બાપ્પા મોરિયા’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment