Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિલ્લા પારડીમાં જન્માષ્ટમી પર કાવ્યોત્સવનું આયોજન:કૃષ્ણપ્રેમ અને ઈશ્વરભાવના કવિતાઓમાં છલકાઈ, વિદ્યાર્થીઓએ પણ કાવ્યપઠન કર્યું

    13 hours ago

    વલસાડની એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર “કાવ્યોત્સવ – શબ્દથી અભિવ્યક્તિની સફર” કવિ સંમેલનનું આયોજન કોલેજ કેમ્પસમાં કરાયું હતું. કવિતાના માધ્યમથી જન્માષ્ટમીની ઉજવણીના આ પ્રયાસે વાતાવરણને ભક્તિ અને સાહિત્યમય બનાવી દીધું હતું. કવિ સંમેલનમાં કવિઓ અને કવિમિત્રોએ 'ઈશ્વરની કવિતા' અને શ્રીકૃષ્ણ પર આધારિત કાવ્યરચનાઓ રજૂ કરી શ્રોતાઓને આકર્ષિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પારડી શહેરના નાગરિકો, અટાર વૃદ્ધાશ્રમના વડીલો અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટાપોંઢા કોલેજના અધ્યાપિકા ડો. આશાબેન ગોહિલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી સાથે પણ જોડાયેલા છે. પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી જયપ્રકાશભાઈ દેસાઈ અને નયનાબેન દેસાઈ પણ ખાસ હાજર રહ્યા હતા. કાવ્યપઠન માટે વલસાડના અલ્પાબેન મોદી, ચેતન મોદી, જયદીપભાઈ મહેતા, ડો. દીપેશ શાહ, ડો. શિવાની આચાર્ય તેમજ પારડીના પ્રિતેશભાઈ ભરૂચા અને કિંજલબેન પંડ્યા હાજર હતા. કવિઓએ શ્રીકૃષ્ણ અને તેમની દિવ્યતા સાથે જોડાયેલી જાણીતી કવિઓની રચનાઓનું પઠન કર્યું હતું. આ કવિ સંમેલનનું આયોજન બે તબક્કામાં કરાયું હતું. પ્રથમ તબક્કામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાવ્યપઠન કર્યું. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ વિષયક વિવિધ કવિતાઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને કાવ્યપ્રતિભા બતાવી હતી. યુવા પેઢીને સાહિત્ય સાથે જોડવાનો આ પ્રયાસ કાર્યક્રમનું ખાસ આકર્ષણ હતું. કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન મોદી અને ડો. શિવાની આચાર્ય દ્વારા કરાયું હતું. કોલેજના અધ્યાપક નિરવ સુરતીએ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. સમગ્ર કવિ સંમેલનનું આયોજન અને માર્ગદર્શન કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો. દીપેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના પવિત્ર તહેવારને સાહિત્ય, સંગીત અને કાવ્યના સંગમ સાથે ઉજવતા આ કાર્યક્રમની સફળતા બદલ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈએ આયોજન ટીમને અભિનંદન આપ્યા હતા. આ “કાવ્યોત્સવ” શબ્દ, શ્રદ્ધા અને શ્રીકૃષ્ણ પ્રત્યેની ભાવનાનો સુંદર સંગમ બનીને સૌના હૃદયમાં ઊંડી છાપ છોડી ગયો.
    Click here to Read More
    Previous Article
    MPHWના ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા:જિલ્લા પસંદગી પૂરી થયાના અઢી વર્ષ પછી પણ નિમણૂક નહીં, 7 દિવસનું અલ્ટીમેટમ; આમરણ ઉપવાસની ચીમકી
    Next Article
    સેક્ટર-26ના કિસાનનગરમાં 1.50 લાખ રોકડા અને ચાંદીની પ્લેટની ચોરી:બંધ મકાનના તાળા તોડ્યા વિના તિજોરીમાંથી માલાસામાન લઈને રફૂચક્કર, જાણભેદુ શખસનું કારસ્તાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment