Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPHWના ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા:જિલ્લા પસંદગી પૂરી થયાના અઢી વર્ષ પછી પણ નિમણૂક નહીં, 7 દિવસનું અલ્ટીમેટમ; આમરણ ઉપવાસની ચીમકી

    13 hours ago

    રાજ્યમાં સરકારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોને નિમણૂક મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની ભરતી પ્રક્રિયામાં તમામ તબક્કા સફળતાપૂર્વક પાર કરી જિલ્લા પસંદગી પણ પૂર્ણ કરી ચૂકેલા 100 જેટલા ઉમેદવારો છેલ્લા અઢી વર્ષથી નિમણૂક હુકમથી વંચિત રહીને ભારે માનસિક અને આર્થિક યાતના ભોગવી રહ્યા છે. યોગ્યતા ધરાવતા હોવા છતાં નિમણૂક પત્ર ન મળતા આખરે કંટાળેલા ઉમેદવારોએ પોતાના હક્ક અને ન્યાય માટે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શાંતિપૂર્ણ ધરણા યોજયા છે. હાઇકોર્ટ સ્ટે આપતા કામગીરી અટકી પડી હતી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંઘર્ષ સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં તમામ કાનૂની અને પ્રશાસનિક તબક્કાઓ પૂર્ણ કરીને ઉમેદવારોની જિલ્લા પસંદગી પણ કરી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા નિમણૂક હુકમ આપવાની કામગીરી અટકી પડી હતી. આ સ્ટે આવ્યાને આજે અઢી વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં સરકાર દ્વારા કોર્ટમાંથી સ્ટે હટાવવા માટે યોગ્ય અને અસરકારક કાનૂની પેરવી કરવામાં આવી નથી, જેના કારણે યોગ્યતા ધરાવતા આ યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. 100 ઉમેદવારોને નિમણૂક હુકમ આપવા માગ ​ઉમેદવારોની મુખ્ય માગણી છે કે નામદાર હાઇકોર્ટમાંથી આ સ્ટે વહેલી તકે દૂર થાય તે માટે સરકાર દ્વારા ત્વરિત અને નક્કર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત જિલ્લા પસંદગી પૂર્ણ કરી ચૂકેલા તમામ 100 ઉમેદવારોને સ્ટે આવ્યો તે તારીખથી જ ગણતરી કરીને એટલે કે પાછલી અસરથી તુરંત નિમણૂક હુકમ આપવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે સરકારી પ્રક્રિયાની ધીમી ગતિ અને કાનૂની ગૂંચવાડાને કારણે તેમના જીવનના અમૂલ્ય વર્ષો બગાડી રહ્યા છે. મોટાભાગના ઉમેદવારો વયમર્યાદાની ઉપલી સીમા વટાવી ચૂક્યા ભરતી પ્રક્રિયામાં થયેલા અતિશય વિલંબના કારણે મોટાભાગના ઉમેદવારો વયમર્યાદાની ઉપલી સીમા વટાવી ચૂક્યા છે. આ વિલંબના કારણે હવે તેઓ અન્ય કોઈ પણ સરકારી કે ખાનગી ભરતી માટે પાત્ર રહ્યા નથી. આજે યોગ્યતા ધરાવતા અને કાયદેસર પસંદ પામેલા ઉમેદવારો આર્થિક કટોકટી, બેરોજગારી અને ગંભીર માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમના આખા પરિવારનું ગુજરાન ચલાવવું પણ લગભગ અશક્ય બની ગયું છે. 'આક્રમક રજૂઆત કરવામાં આવતી નથી અને માત્ર તારીખો પડી રહી' ઉમેદવારોનો સીધો આરોપ છે કે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકાર પક્ષ તરફથી અત્યંત નબળી અને નિષ્ક્રિય પેરવી થઈ રહી છે, જેના કારણે બોર્ડ કે પંચાયત વિભાગ દ્વારા સ્ટે હટાવવા માટે જે ગંભીરતા દર્શાવવી જોઈએ તેનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. સરકારી વકીલ દ્વારા કેસને પ્રાથમિકતા આપીને અર્જન્ટ હિયરિંગ કે સ્પેશિયલ મૂવમેન્ટ માટે કોઈ આક્રમક રજૂઆત કરવામાં આવતી નથી અને માત્ર તારીખો પડી રહી છે. 7 દિવસનું અલ્ટીમેટમ, આમરણ ઉપવાસની ચીમકી ​ઉમેદવારોએ મંડળ અને સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી છે કે દિવસ-7 ની અંદર હાઇકોર્ટમાં વહેલી સુનાવણી માટે જરૂરી કાનૂની પ્રક્રિયા કરવામાં આવે. આગામી સુનાવણીમાં ગવર્નમેન્ટ પ્લીડર જાતે હાજર રહી કોઈપણ સંજોગોમાં કેસ ચલાવે સ્પેશિયલ એફિડેવિટ કે અર્જન્ટ હિયરિંગની પ્રક્રિયા કરે અને કેસમાંથી સ્ટે હટાવીને ઉમેદવારોને ત્વરિત નિમણૂક પત્રો આપવાનો માર્ગ મોકળો કરે.
    Click here to Read More
    Previous Article
    કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે ઉજ્જૈન મહાકાલ શૈલીમાં ભસ્મારતી યોજાઈ:શ્રાવણના છેલ્લા સોમવારે સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હજારો ભક્તો ઉમટ્યા
    Next Article
    કિલ્લા પારડીમાં જન્માષ્ટમી પર કાવ્યોત્સવનું આયોજન:કૃષ્ણપ્રેમ અને ઈશ્વરભાવના કવિતાઓમાં છલકાઈ, વિદ્યાર્થીઓએ પણ કાવ્યપઠન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment