Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે ઉજ્જૈન મહાકાલ શૈલીમાં ભસ્મારતી યોજાઈ:શ્રાવણના છેલ્લા સોમવારે સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હજારો ભક્તો ઉમટ્યા

    13 hours ago

    સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગરમાં આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ઉજ્જૈન મહાકાલ શૈલીમાં ભસ્મારતીનું આયોજન કરાયું હતું. આ ભસ્મારતીના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળે છે. કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ખાસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની જેમ અહીં ભસ્મારતી અને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કૃષ્ણનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શિવભક્તો આવ્યા હતા. મંદિરમાં દર સોમવારે અલગ-અલગ થીમ પર શિવજીનો શણગાર કરાય છે. આ સોમવારે ઉજ્જૈન શૈલીમાં શિવજીના મહાકાલ સ્વરૂપનો શણગાર અને ભસ્મારતીનું આયોજન થયું હતું. મંદિરને જંગલ જેવું વાતાવરણ આપી રોશની અને ફૂલોથી સજાવાયું હતું. સ્થાનિકો અને આયોજકો દ્વારા ભસ્મારતી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે મહાકાલેશ્વર ભસ્મારતીનું આયોજન કરાયું હતું. હજારો લોકોએ દર્શનનો લાભ લીધો. કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરના કારોબારી સભ્યોએ શ્રાવણ માસના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મંદિરે શ્રદ્ધાળુઓ જળાભિષેક અને દુગ્ધાભિષેક કરે છે. ઉજ્જૈન મહાકાલના સ્વરૂપમાં થયેલી ભસ્મારતીથી આખું વાતાવરણ 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, શ્રાવણ મહિનાનું ઘણું મહત્વ છે. ઉજ્જૈન અવંતિકામાં બિરાજમાન મહાકાલની ભસ્મારતી અહીં થઈ અને મહાકાલનો દરબાર સુંદર રીતે શણગારાયો હતો. કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલી મહિલા ભક્તોએ પણ આ આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, શણગાર જોઈને જાણે સાક્ષાત ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હોય તેવો અનુભવ થયો. દર વર્ષે અલગ-અલગ શણગાર કરાય છે અને આ વર્ષે ઉજ્જૈન મહાકાલનું સ્વરૂપ તૈયાર કરાયું હતું. દર વર્ષે કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન પાટોત્સવ, મહાપ્રસાદ અને કથાઓ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. તેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયેલો રહે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક:ફલાઇટમાં આર્મી જવાનને રીસીવ કરવા પહોંચેલા 2 ભાઈઓ ટર્મિનલમાં ઘૂસી ગયા, CISF જવાનોએ એરપોર્ટ પોલીસને સોંપ્યા
    Next Article
    MPHWના ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા:જિલ્લા પસંદગી પૂરી થયાના અઢી વર્ષ પછી પણ નિમણૂક નહીં, 7 દિવસનું અલ્ટીમેટમ; આમરણ ઉપવાસની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment