Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક:ફલાઇટમાં આર્મી જવાનને રીસીવ કરવા પહોંચેલા 2 ભાઈઓ ટર્મિનલમાં ઘૂસી ગયા, CISF જવાનોએ એરપોર્ટ પોલીસને સોંપ્યા

    13 hours ago

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે. રવિવારે સવારની ફ્લાઈટમાં આર્મીના જવાન રાજકોટ એરપોર્ટ પર આવી રહ્યા હતા તે દરમિયાન તેમને તેડવા માટે તેમના બે ભાઈઓ પહોંચ્યા હતા. બંને આધેડ વ્યક્તિઓ D - 3 ડિપાર્ચર ગેટને ધક્કો મારી અંદર ઘૂસી ગયા હતા. જોકે તે સમયે ત્યાં હાજર સુરક્ષા જવાનોએ બંનેને અટકાવ્યા હતા અને અંદર આવવાનું કારણ પૂછતાં તેમણે પોતાના ભાઈને તેડવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે આ બંને વ્યક્તિની પૂછપરછ બાદ તેઓને એરપોર્ટ પોલીસને સોંપ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીમાંથી મળતી વિગત મુજબ, રાજકોટ એરપોર્ટ પર તા.6 સપ્ટેમ્બરના સવારે 9.30 વાગ્યા આસપાસ ફલાઈટમાં આર્મીના જવાન આવી રહ્યા હતા જેને તેડવા માટે તેમના બંને ભાઈઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે તેઓ ત્યાં એરપોર્ટ ટર્મિનલની બહાર ઊભા રહેવાને બદલે D -3 ડિપાર્ચર ગેટમાંથી અંદર ઘૂસી ગયા હતા. જેથી CISF ના જવાનોએ બંનેને અટકાવી દીધા હતા. જે પછી બંને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમે અમારા ભાઈને તેડવા માટે અહીં આવ્યા હતા અને અમને ખ્યાલ ન હતો કે આ રીતે એરપોર્ટમાં અંદર ન આવી શકાય. જે બાદ બંનેને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા હતા. અગાઉ જૂના એરપોર્ટમાં એક રિક્ષા હવાઈ અડ્ડા પર બેરીકેડ તોડી હવાઈ જહાજ સુધી પહોંચી ગઈ હતી અને હવે નવા એરપોર્ટ પર આ પ્રકારની ઘટના બનતા ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર:હજારો ભાવિકોએ ભવ્ય પાલખીયાત્રાના દર્શન કર્યા, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર ગુંજ્યું
    Next Article
    કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે ઉજ્જૈન મહાકાલ શૈલીમાં ભસ્મારતી યોજાઈ:શ્રાવણના છેલ્લા સોમવારે સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હજારો ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment