Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર:હજારો ભાવિકોએ ભવ્ય પાલખીયાત્રાના દર્શન કર્યા, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર ગુંજ્યું

    17 hours ago

    પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખુલતાની સાથે જ હજારો ભક્તોએ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદ સાથે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના ઘરેબેઠાં કરો દર્શન, પૂજા કરી આરતી પણ ઉતારો સોમનાથમાં ભક્તિનો મહાસાગર આ શુભ અવસરે સમગ્ર પ્રભાસ તીર્થ શિવમય બની ગયું છે, જ્યાં ભક્તોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિવારના સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને સુરક્ષા દળો દ્વારા દર્શન વ્યવસ્થા તેમજ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પણ વાંચો, શ્રાવણના સોમવારનું મહત્ત્વ અને પૂજા-વિધિ આ પવિત્ર દિવસે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદથી બાલ ગોપાલ સાથે આવેલા સોનલ પંચાલે એકાદશીના દિવસે હરિ અને હરના મિલનનો આનંદ વ્યક્ત કરીને સોમનાથ મહાદેવના દર્શનને દિવ્ય ગણાવ્યા. તે જ રીતે, યુવા દર્શનાર્થી કાવ્યા દવેએ અંતિમ સોમવારે દર્શનનો લહાવો મળવા બદલ આનંદ વ્યક્ત કરતા નવી પેઢી ('Gen Z')ને પણ ભગવાનની ભક્તિ અને પૂજાના માર્ગે ચાલવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો. વાંચો શ્રાવણના પ્રથમ દિવસે કેવો હતો માહોલ, ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી આ પણ વાંચો : શ્રાવણના પ્રથમ સોમવારે સર્જાયો ધ્વજાપૂજાનો રેકોર્ડ જાણો શ્રવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં કેવો હતો માહોલ શ્રાવણના ત્રીજા સોમવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદાની વિશેષ પૂજા
    Click here to Read More
    Previous Article
    10 મિનિટ માટે રહી ગયા, બાકી અમેય દટાઈ જાત:વિદ્યાર્થીએ કહ્યું- બિલ્ડિંગમાં તિરાડ પડવાના અવાજો આવતાં'તા; દિલ્હી દુર્ઘટનામાં જન્માષ્ટમીની રજાને લીધે અનેક જીવ બચ્યા
    Next Article
    રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક:ફલાઇટમાં આર્મી જવાનને રીસીવ કરવા પહોંચેલા 2 ભાઈઓ ટર્મિનલમાં ઘૂસી ગયા, CISF જવાનોએ એરપોર્ટ પોલીસને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment